ગુજરાત: GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર
- વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ એક કરાયો
- પ્રાથમિક પરીક્ષાઓ એક જ ‘સામાન્ય અભ્યાસ’નો અભ્યાસક્રમ
- નવો અભ્યાસક્રમ GPSCની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી મળશે
ગુજરાતમાં GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં હવે તમામ પ્રિલીમ પરીક્ષાનો અભ્યાસક્રમ સરખો રહેશે. જેમાં GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું છે કે, આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ એક કરાયો છે.
પ્રાથમિક પરીક્ષાઓ એક જ ‘સામાન્ય અભ્યાસ’નો અભ્યાસક્રમ
હવેથી GPSCની તમામ ભરતીઓ માટે એક જ ‘સામાન્ય અભ્યાસ’ વિષયનો નવો અભ્યાસક્રમ કરતાં ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરવામાં રાહત થશે. રાજ્યમાં GPSC દ્વારા જાહેર કરવામાં આવતી ક્લાસ 1-2 અને 3ની વિવિધ ભરતીની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ અલગ-અલગ હતો. જેને ધ્યાનમાં રાખીને આયોગ દ્વારા ઉમેદવારોને પરીક્ષામાં વધુ સરળતા રહે તે માટે GPSCની તમામ ભરતીની પ્રાથમિક પરીક્ષાઓ એક જ ‘સામાન્ય અભ્યાસ’નો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે.
નવો અભ્યાસક્રમ GPSCની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી મળશે
‘સામાન્ય અભ્યાસ’ વિષયનો નવો અભ્યાસક્રમ GPSCની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી મળી રહેશે. GPSCની ‘સામાન્ય અભ્યાસ’ ની જાહેરાત બાદ હવે ઉમેદવારો પરીક્ષામાં ઉત્સાહ ભેર ફોર્મ ભરી શકશે. સામાન્ય અભ્યાસ હવે સરખો રહેવાને કારણે ઉમેદવારોને વધારે મહેનત કરવી નહી પડે. જેથી ઉમેદવારો GPSC સહિત અન્ય બોર્ડ કે કોર્પોરેશનની પરીક્ષાની પણ તૈયારી સાથો સાથ કરી શકશે.
આ પણ વાંચો: અમદાવાદ: બોગસ દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરી જામીન મેળવી આરોપી ફરાર