ગુજરાત: દિવાળી વેકેશનમાં વિદેશ ફરવા જવુ પડશે મોંઘુ, જાણો કેમ
- વિદેશી ટૂર પેકેજ ઉપર પાંચ ટકાની સરખામણીએ 1 ઓક્ટોબરથી 20 ટકાનો દર લાગુ પડશે
- તમામ ટોચના ધિરાણકર્તાઓ સરકારના નિર્દેશનો અમલ કરવા તૈયાર છે
- બેંકે નવા TCS દરો રોલ આઉટ કરવા માટે IT સિસ્ટમમાં મૂકી છે
ગુજરાતમાં દિવાળી વેકેશનમાં વિદેશ ફરવા જવુ મોંઘુ પડશે. કારણ કે પહેલી ઓક્ટોબરથી વિદેશના રેમિટન્સ પર 20 ટકા ટીસીએસ વસૂલ કરવા બેન્કો સુસજ્જ છે. વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર ટેક્સ લાગશે નહીં પણ તબીબી સારવાર, વ્યવસાય, શિક્ષણ મોંઘું થશે. તથા ત્રણ મહિનાના વિલંબ બાદ LRS હેઠળ TCS વસૂલાશે.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ સિંચાઈ યોજના જળસમૃધ્ધ બની
તમામ ટોચના ધિરાણકર્તાઓ સરકારના નિર્દેશનો અમલ કરવા તૈયાર છે
તમામ ટોચના ધિરાણકર્તાઓ સરકારના નિર્દેશનો અમલ કરવા તૈયાર છે. વિદેશના રેમિટન્સ પર સરકારે 20 ટેક્સ કલેક્શન એટ સોર્સ નાખ્યા બાદ આગામી 1 ઓક્ટોબરથી બેન્કો વસૂલ કરવા માટે તૈયાર છે. ત્રણ મહિનાના વિલંબ બાદ લિબરલાઈઝડ રેમિટન્સ સ્કીમ હેઠળ 20 ટકા ટીસીએસ વિવિધ આંતરરાષ્ટ્રીય ખર્ચાઓ જેવા કે વિદેશ પ્રવાસના પેકેજ, તબીબી સારવાર, વ્યવસાય, શિક્ષણ, તીર્થયાત્રાને લગતી મુસાફરી, વ્યક્તિગત ભેંટો, દાન, કુટુંબની જાળવણી અને રોકાણોનો સમાવેશ થાય છે. ટીસીએસ મૂળ 1 જુલાઇ, 2023થી અમલમાં આવવાનો હતો. પરંતુ ગ્રાહકોના વિરોધને પગલે નિર્ણય 1 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. બેંકોએ તેમની સિસ્ટમ તૈયાર કરવા માટે સમય માંગ્યો હતો. બેંકો અને ક્રેડિટ કાર્ડ નેટવર્ક્સે બેંકોના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરૂરી વ્યાપક ફેરફરો કરવા પડે તેમ હોય આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ પર TCSના અમલીકરણ અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાઈમ લોકેશનના 49 પ્લોટ વેચશે
બેંકે નવા TCS દરો રોલ આઉટ કરવા માટે IT સિસ્ટમમાં મૂકી છે
રાષ્ટ્રીયકૃત બેંકના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, બેંકે નવા TCS દરો રોલ આઉટ કરવા માટે IT સિસ્ટમમાં મૂકી છે, જે 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. ચાર બકેટ છે અને તે મુજબ IT સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. LRS હેઠળ સગીર સહિત તમામ નિવાસી વ્યક્તિઓ RBIની પૂર્વ મંજૂરી વિના દર વર્ષે US 250,000 (અંદાજે રૂ.2.07 કરોડ) સુધી વિદેશમાં મોકલી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ડેન્ગ્યુ, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનથી લોકો પરેશાન
વિદેશી ટૂર પેકેજ ઉપર પાંચ ટકાની સરખામણીએ 1 ઓક્ટોબરથી 20 ટકાનો દર લાગુ પડશે
LRS હેઠળ સૂચિત TCS દરો મુજબ વિદેશી ટૂર પેકેજ ઉપર પાંચ ટકાની સરખામણીએ 1 ઓક્ટોબરથી 20 ટકાનો દર લાગુ પડશે. જોકે, વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર TCS વસૂલવામાં આવશે નહીં. એક ખાનગી બેંકના અધિકારીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ ખર્ચ પર ટીસીએસ 1 ઓક્ટોબરથી લાગુ નહીં થાય. આ નિર્ણયને સ્થગિત કરવામાં આવ્યો છે. જો કે, શિક્ષણ માટે જ્યાં ભંડોળનો સ્ત્રોત લોન છે ત્યાં વ્યક્તિ દીઠ વાર્ષિક રૂ.7 લાખથી ઓછી રકમ માટે ટીસીએસ લાગુ નહીં થાય. 7 લાખ જેટલી અથવા તેનાથી વધુ રકમ માટે TCS 0.5 ટકા હશે. શિક્ષણ હેતુઓ માટે જ્યાં સ્વ-ભંડોળમાં રૂ.7 લાખથી ઓછી રકમ માટે TCS વસૂલવામાં આવશે નહીં, પરંતુ રૂ.7 લાખ અને તેથી વધુ રકમ માટે 5 ટકા TCS દર ચાલુ રહેશે.