ગુજરાત: આ શહેરના સિટી સરવે સુપરિટેન્ડેન્ટ રૂ.8000ની લાંચ લેતા ઝડપાયા
- બી.સી.માલીવાડને રૂ.8000 લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા
- અરજદારની વેચાણ નોંધ મંજૂર કરવાની કામગીરી પેટે લાંચની માંગણી કરી હતી
- ACBએ ગોધરા સીટી સરવે કચેરીમાં લાંચના છટકાનું આયોજન કર્યુ હતું
ગુજરાતના ગોધરા શહેરના સિટી સરવે સુપરિટેન્ડેન્ટ રૂ.8000ની લાંચ લેતા ઝડપાયા છે. સિટી સરવે કચેરીમાં ગોઠવેલા લાંચના છટકામાં ફસાયા છે. અરજદારની વેચાણ નોંધ મંજૂર કરવાની કામગીરી પેટે લાંચ માગી હતી. અરજદાર લાંચના નાણાં નહિં આપવા માગતા હોવાથી મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત: તમાકુ-પાન-મસાલામાં નિર્ધારિત પ્રક્રિયા ફોલો નહીં થાય તો હવે દંડ થશે
અરજદારની વેચાણ નોંધ મંજૂર કરવાની કામગીરી પેટે લાંચની માંગણી કરી હતી
ગોધરા સીટી સરવે સુપરિટેન્ડન્ટ બી.સી.માલીવાડને મહીસાગર એસીબીએ આઠ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા છે. અરજદારની વેચાણ નોંધ મંજૂર કરવાની કામગીરી પેટે લાંચની માંગણી કરી હતી જેથી અરજદારે એસીબીમાં ફરિયાદ કરી હતી અને બી.સી માલીવાડને તેઓની કચેરીમાં જ લાંચ લેતા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. એક અરજદાર દ્વારા એસીબીમાં આપવામાં આવેલી ફરિયાદ મુજબ તેઓએ બહુમાળી મકાનમાં આવેલા ફ્લેટનુ વેચાણ કર્યુ હતું. જેની નોધ મંજુર કરવા માટે સીટી સરવે કચેરીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન સુપરિટેન્ડન્ટે રૂ.15 હજાર રૂપિયા લાંચની માંગણી કરી હતી. જેથી અરજદારે જે તે સમયે સાત હજાર રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ સુપરિટેન્ડન્ટ દ્વારા નોંધ મંજુર કરવામાં આવી હતી.
સુપરિટેન્ડન્ટે બાકી આઠ હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી
દરમિયાન અરજદાર બી.સી.માલીવાડને મળ્યા ત્યારે પાકી નોંધ નહિં કરવામાં આવતાં અરજદારે કચેરીમાં જઈ સુપરિટેન્ડન્ટનો સંપર્ક કર્યો હતો. સુપરિટેન્ડન્ટે બાકી આઠ હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. અરજદાર લાંચના નાણાં નહિં આપવા માંગતા હોવાથી મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરી હતી. જે આધારે પીઆઇ એમ.એમ તેજોત અને ટીમ દ્વારા ગોધરા સીટી સરવે કચેરીમાં લાંચના છટકાનું આયોજન કર્યુ હતું. દરમિયાન સુપરિટેન્ડન્ટ બી.સી.માલીવાડને રૂ.8000 લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.