ગુજરાત: લોકશાહીના મહાપર્વમાં મતદાન કરી વિવિધ ચીજવસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મેળવો
- મતદારો માટે ખાસ ડીસ્કાઉન્ટ ઓફર બનાવી છે
- વેપારીઓને મતદાન કરનારને વળતર મળે તેવુ આયોજન કર્યું
- મતદાન કરનારને 7 ટકા ડિસ્કાઉન્ટ પ્રોત્સાહન રૂપે અપાશે
ગુજરાતમાં લોકશાહીના મહાપર્વમાં મતદાન કરી વિવિધ ચીજવસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મેળવોનો નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં વેપારી એસોસિયેશનને મતદાન અભિયાનમાં જોડાવવા અપીલ કરાઈ છે. જેમાં મતદાનના દિવસે મતદાન કરનારને 7 ટકા ડિસ્કાઉન્ટ પ્રોત્સાહન રૂપે આપવા જણાવાયુ છે.
આ પણ વાંચો: ગુજરાતનો 64મો સ્થાપના દિવસ: PM Modi અને CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી
મતદારો માટે ખાસ ડીસ્કાઉન્ટ ઓફર બનાવી
ગાંધીનગરમાં તથા લીંબડીના સાયલામાં કાપડ, ફરસાણ, મેડીકલ, ઓટો, ફર્ટીલાઈઝર દુકાનોના માલીકો સાથે મીટીંગ કરાઈ છે. લોકશાહીના મહાપર્વ કહી શકાય એવી લોકસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પર તા. 7 મેના રોજ મતદાન થનાર છે. ત્યારે મહત્તમ મતદાન માટે જિલ્લાના પાંચેય વિધાનસભા વિસ્તારમાં જુદા-જુદા વેપારી એસોસિયેસન સાથે બેઠક કરી હતી. મતદાન એ નાગરીકનો અધીકાર છે. મતદાન એ લોકશાહીનું અમુલ્ય અંગ છે. લોકશાહીના આ અવસરમાં સહભાગી બનવા નાના વેપારીઓ, એસોસીયેશન સાથે ચૂંટણી વિભાગે બેઠકો કરી હતી. જેમાં મતદારો માટે ખાસ ડીસ્કાઉન્ટ ઓફર બનાવી તેઓને મતદાન કરવા પ્રેરવા સમજુતી અપાઈ હતી.
વેપારીઓને મતદાન કરનારને વળતર મળે તેવુ આયોજન કરવા જણાવાયુ
પાટડીમાં કરીયાણા એસોસીયેશન, પેટ્રોલપંપ એસોસીયેશન સહિતના વેપારીઓ સાથે બેઠક કરાઈ હતી. જયારે લીંબડીના સાયલામાં કાપડ, ફરસાણ, મેડીકલ, ઓટો, ફર્ટીલાઈઝર સહિત 21 જેટલા દુકાનોના માલીકો સાથે મીટીંગ કરી મતદાનના દિવસે મતદાન કરનારને 7 ટકા ડીસ્કાઉન્ટ પ્રોત્સાહન રૂપે આપવા જણાવાયુ હતુ. આ ઉપરાંત વઢવાણમાં મીઠાઈ, ફરસાણ, હેર કટીંગ સલુન, મુળી અને થાનમાં કરીયાણા, કાપડ, ફુટવેર, ખાણીપીણી, મોબાઈલ સહિતનાઓના વેપારીઓને મતદાન કરનારને વળતર મળે તેવુ આયોજન કરવા જણાવાયુ હતુ.