ગુજરાત:અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગાંજાની સ્મગલિંગનું રેકેટ ઝડપાયું
- બેગમાંથી રૂપિયા બે કરોડની કિંમતનો સાત કિલો જેટલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો
- પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી અશરફખાન નામના પ્રેમી માટે કામ કરતી
- હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે પોલીસે એક યુવતી સહિત સાત લોકોની ધરપકડ કરી
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગાંજાની સ્મગલિંગનું રેકેટ ઝડપાયું છે. જેમા ગુજરાતમાંથી યુવકાને વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાં ફરવા મોકલીને તેમની પાસેથી હાઇબ્રીડ ગાંજા સહિત અન્ય ડ્રગ્સ મંગાવવાના કૌભાંડનો એરપોર્ટ પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થાઇલેન્ડથી રૂપિયા બે કરોડની કિંમતના સાત કિલો હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે પોલીસે એક યુવતી સહિત સાત લોકોની ધરપકડ કરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી અશરફખાન નામના પ્રેમી માટે કામ કરતી
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી અશરફખાન નામના પ્રેમી માટે કામ કરતી હોવાથી તે થાઇલેન્ડથી આવેલા જુનાગઢના ચાર યુવકો પાસેથી ડ્રગ્સનો જથ્થો લેવા માટે આવી હતી.ઝડપાયેલા ચારેય આરોપીઓ થાઇલેન્ડથી અગાઉ ત્રણ વાર કરોડો રૂપિયાનો ગાંજો લઇને આવ્યા હતા. આ ગુનામાં એરપોર્ટના કર્મચારીઓની સંડોવણીના આધારે પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જી ખાંભલા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી કેટલાંક શખ્સો નિયમિત રીતે ડ્રગ્સની હેરફેર કરે છે. જેમાં ચોક્કસ ગેંગ કામ કરી રહી છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મીનલ-2 પર વોચ ગોઠવી હતી. જેમાં ચાર શંકાસ્પદ યુવકો રીક્ષામાં આવેલી એક યુવતીને બેગ આપી રહ્યા હતા ત્યારે પોલીસે ચાર યુવકો અને યુવતી સહિત સાત લોકોને ઝડપી લીધા હતા.
પોલીસે તપાસ કરતા બેંગમાંથી રૂપિયા બે કરોડની કિંમતનો સાત કિલો જેટલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો
પોલીસે તપાસ કરતા બેંગમાંથી રૂપિયા બે કરોડની કિંમતનો સાત કિલો જેટલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જે અંગે પુછપરછ કરતા ચારેય યુવકોના નામ સરફરાજ ઇકબાલ, શોયેબ યુસુફ, અકિલ કોલોદ અને નદીમ અમરેલીયા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે યુવતીનું નામ મનીષા ખરાડી અને અન્યના નામ મોહમંદ ફરહાન શેખ અને સહેજ તૈયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા ડીસીપી ઝોન-4 ડૉ. કાનન દેસાઇએ જણાવ્યું કે મનીષા નામની યુવતી અશરફખાન નામના યુવકના પ્રેમમાં હતી અને તે અશરફખાન માટે કામ કરતી હતી. અશરફખાન થાઇલેન્ડ અને વિયેતનામથી ડ્રગ્સ મંગાવવાનું કામ કરતો હતો. આ માટે તે ચોક્કસ યુવકોને થાઇલેન્ડ ફરવા જવા માટે એર ટિકિટ, હોટલની વ્યવસ્થા કરી આપવાની સાથે યુવકને ટ્રીપ દીઠ દસ હજાર રૂપિયા પણ આપતા હતા.
થાઇલેન્ડ મોકલવા માટે યુવકોની પસંદગી કરવાનું કામ મોહંમદ શેખ કરતો હતો. જ્યારે યુવકો થાઇલેન્ડથી ફરીને ડ્ગ્સ સાથે અમદાવાદ એરપોર્ટ પર આવતા ત્યારે તે ડ્રગ્સની ડીલેવરી લેતી હતી. ત્યારબાદ તે અશરફખાનને આપતી હતી. જેના બદલામાં અશરફખાન તેને છ હજાર રૂપિયા ચુકવતો હતો. આમ, કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી થતી હતી. થાઇલેન્ડથી ગાંજો લઇને આવેલા આરોપીઓ અગાઉ ત્રણ ટ્રીપ લગાવીને મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ભારત લાવ્યાની વિગતો પણ સામે આવી છે. આ અંગે એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.