ગુજરાત: ક્રિકેટ સટ્ટાના રૂ.10 લાખની લાંચ કેસમાં ફરાર PI પટેલ હાજર થયા
- એસીબી પીઆઇને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે
- પીઆઇ એસીબી ઓફ્સિમાં સામેથી હાજર થઇ ગયા
- ક્રિક્રેટ સટ્ટા બેટિંગના કેસમાં રૂ.20 લાખની લાંચની માંગણી કરી હતી
ક્રિકેટ સટ્ટાના રૂ.10 લાખની લાંચ કેસમાં ફરાર PI પટેલ હાજર થયા છે. જેમાં પીઆઇ બી.એમ.પટેલ ધરપકડથી બચવા રાજ્યનાં મંદિરોમાં ફરતા હતા. માનીતા ખાસ પીઆઇના સંપર્કમાં રહીને તમામ ગતિવિધિ પર નજર રાખતા હતા. સોમવારે બપોરના સમયે પીઆઇ એસીબી ઓફ્સિમાં સામેથી હાજર થઇ ગયા છે.
આ પણ વાંચો: ગુજરાત: અમૂલ દૂધના ભાવ વધારા બાદ હવે દહીંના ભાવમાં વધારો કરાયો
પીઆઇ બાબુભાઇ માનસુંગભાઇ પટેલ ફરાર થઇ ગયા હતા
શાહીબાગમાં આવેલ એસીબી કચેરીની સામે જ આવેલ સાયબર ક્રાઇમની કચેરીમાં પીઆઇ બી.એમ.પટેલ કામ કરતા હતા. ત્યારે ક્રિક્રેટ સટ્ટા બેટિંગના કેસમાં ઝડપથી ચાર્જશીટ કરવા માટે ફરિયાદી પાસે પીઆઇએ રૂપિયા 20 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં રૂ. 10 લાખ લેવા પીઆઇએ પોતાના એએસઆઇ ગૌરાંગ ગામેતી અને હેડ કોન્સ્ટેબલ અમથાભાઇ પટેલને સિંધુભવન હોલ પાસે મોકલ્યા હતા. જેમાં એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ રૂ. 10 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે પીઆઇ બાબુભાઇ માનસુંગભાઇ પટેલ ફરાર થઇ ગયા હતા.
એસીબી પીઆઇને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે
સોમવારે બપોરના સમયે પીઆઇ એસીબી ઓફ્સિમાં સામેથી હાજર થઇ ગયો હતો. જ્યારે હવે એસીબી દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. તેમજ પ્રાથમિક પૂછપરછ કરતા તે શામળાજી તેમજ ગામડામાં આવેલ જુદા-જુદા મંદિરોમાં ફરતા હતા. ક્રિક્રેટ સટ્ટા બેટિંગના કેસમાં ચાર્જશીટ ઝડપથી કરવા માટે લાંચ માંગવાના કેસમાં ફરાર પીઆઇ બી.એમ.પટેલ સોમવારે બપોરે એસીબીમાં હાજર થયો હતો. જેમાં પીઆઇ ભાગી ગયા બાદ સતત તેના માનીતા ખાસ પીઆઇના સંપર્કમાં રહેતા હતા અને તમામ ગતિવિધિ પર નજર રાખતા હતા. તેમજ તે ભાગ્યા બાદ સૌપ્રથમ શામળાજી ગયા હતા અને ત્યાંથી રાજ્યમાં આવેલ જુદા-જુદા ગામડાના મંદિરોમાં ફરતા હતા. તેમજ જુદા-જુદા નંબરો વાપરીને પરિવારજનો સાથે સંપર્ક કરતા હતા. ત્યારે એસીબી પીઆઇને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે.