ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: મુન્દ્રામાં શેરમાર્કેટમાં ટ્રેડિંગ કરવાના નામે લાખો રૂપિયાની ઠગાઈ

Text To Speech
  • જિંદાલ કંપનીના સિનિયર મેનેજર ઠગાઈનો ભોગ બન્યા
  • શેરમાર્કેટ ટ્રેડિંગ એપમાં 96 લાખ રૂપિયાની ઠગાઈ થઇ
  • આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે

ગુજરાતના મુન્દ્રામાં શેરમાર્કેટમાં ટ્રેડિંગ કરવાના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. જેમાં શેરમાર્કેટ ટ્રેડિંગ એપમાં 96 લાખ રૂપિયાની ઠગાઈ થઇ છે. જિંદાલ કંપનીના સિનિયર મેનેજર ઠગાઈનો ભોગ બન્યા છે. તેથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. તેમજ પોલીસે વધુ માહિતી મેળવવા આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: ગુજરાત રાજ્યની પ્રથમ નર્સિંગ સિમ્યુલેશન લેબનો પ્રારંભ, ટેક્નોલોજી સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન મળશે

શેરમાર્કેટ ટ્રેડિંગ એપમાં રોકાણ કરાવી ઠગાઇ કરી

કચ્છ જિલ્લાના મુંદ્રામાં શેરમાર્કેટમાં ટ્રેડિંગ કરવાના નામે જિંદાલ કંપનીના સિનિયર મેનેજર સાથે રૂપિયા 96 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. શેરમાર્કેટ ટ્રેડિંગ એપમાં રોકાણ કરાવી જુદી-જુદી ત્રણ એપ અને વેબસાઈટથી મેનેજર સાથે ઠગાઈ કરવામાં આવી હતી. જેથી મેનેજરે પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઠગાઈનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મુંદ્રામાં જિંદાલ કંપનીમાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરતા વ્યકિત સાથે શેરમાર્કેટ એપમાં રોકાણ કરાવવાની લાલચ આપી વિવિધ એપ અને વેબસાઈટથી 96 લાખ જેટલી અધધ રકમ પડાવી લઈ સાયબર ઠગ ટોળકીએ મેનેજર સાથે ઠગાઈ કરી હતી.

પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે

જો કે ખાનગી કંપનીના સિનિયર મેનેજરને ઠગાઈની જાણ થતા તાબડતોબ કચ્છ પશ્ચિમ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી સાયબર ક્રાઈમે આ અંગેને ઠગાઈનો ગુનો રજિસ્ટર કરી કેસની તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

Back to top button