ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: મહેસાણા અર્બન કો.બેકની ગાંધીધામ બ્રાંચમાં કરોડોની ઠગાઇ

  • લીગલ ઓફિસરે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
  • ફોરેન્સીક ઓડિટ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું
  • બાંધકામ કૌભાંડ બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી

ગુજરાતની મહેસાણા અર્બન કો.બેકની ગાંધીધામ બ્રાંચમાં રૂ. 64 કરોડની ઠગાઇ મામલે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં લીગલ ઓફિસરે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

12 જેટલા બિલ્ડરોએ ખોટા રિપોર્ટના આધારે લોન લીધી

12 બિલ્ડરોએ બાંધકામના ખોટા વેલ્યુએશન રિપોર્ટ અને બાંધકામની વિગતો રજૂ કરીને લોન લઇને નાણાં ન ચુકવ્યા જેમાં ઓડિટ દરમિયાન વિગતો સામે આવી છે. ધી મહેસાણા અર્બન કો. ઓપરેટીવ બેંકની ગાંધીધામ બ્રાંચમા 12 જેટલા બિલ્ડરોએ ખોટા રિપોર્ટ અને બાંધકામના રિપોર્ટના આધારે લોન લઇને રૂપિયા 64 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર ખાતે નોંધવામાં આવી છે.

બાંધકામ કૌભાંડ બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી

ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે આરોપીઓએ બાંધકામ માટે મંજુર થયેલા નાણાં ધંધાકીય કામમાં લેવાને બદલે અંગત વપરાશમાં લઇને લોનની ચુકવણી કરી નહોતી. આ સમગ્ર મામલે સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે. જેમાં બાંધકામ કૌભાંડ બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

બેંકના લીગલ વિભાગ દ્વારા ફોરેન્સીક ઓડિટ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું

ધી મહેસાણા અર્બન કો. ઓપરેટીવની મહેસાણામાં આવેલી હેડ ઓફિસમાં લીગલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અનિલભાઇ પટેલે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર ખાતે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમની બેંકની ગાંધીધામ બ્રાંચમાં ઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાગેશ્રી ઇન્ફોટેકના પ્રોપાઇટર અને ભાગીદાર બીજલ મહેતા, અમન બીજલ મહેતા (ગોદાવરી ફ્લેટ,વાસણા) અને વૃંદાવન ટાઉનશીપના મનોજ ચૌધરીએ વર્ષ 2016થી વર્ષ 2020 દરમિયાન અલગ અલગ બિલ્ડીંગ પ્રોજેક્ટ માટે બિલ્ડીંગ પ્રોજેક્ટ માટે લોન લીધી હતી. બેંક દ્વારા કરવામાં આવેલા ઓડિટ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેમણે અધુરા કે નહીવત બાંધકામ કરીને લોનની રકમનો ઉપયોગ અંગત વપરાશ માટે કરીને કુલ 44.45 કરોડની લોન બેંકને પરત કરી નહોતી. અન્ય પણ કૌભાંડ થયા છે ત્યારે બેંકના લીગલ વિભાગ દ્વારા ફોરેન્સીક ઓડિટ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: બોપલમાં જ્વેલરી લૂંટના મામલે થયો ચોંકાનવારો ખુલાસો

Back to top button