ગુજરાત: ચૂંટણીમાં પ્રથમ વખત સ્ટાફ-મતદારો માટે હાઈજીન-મેડિકલ કિટ તૈયાર રખાઈ

- વિધાનસભા મતવિસ્તારમાં રુટ પ્રમાણે એક કિટ રિઝર્વ રખાશે.
- ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ત્રણેય કિટમાં કુલ 170 જેટલી વસ્તુઓ અપાશે
- સમાવિષ્ટ બુથની સંખ્યા પ્રમાણે પ્રતિબુથ એક કિટ તૈયાર કરાઇ
ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત સ્ટાફ-મતદારો માટે હાઈજીન-મેડિકલ કિટ તૈયાર રખાઈ છે. ચૂંટણી પંચે નક્કી કરેલી માર્ગદર્શિકા મુજબ 170 વસ્તુ સાથેની ત્રણ કિટ રખાશે. જેમાં ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલામાં વેલ્ફેર, હાઈજીન અને મેડિકલ કિટનું વિતરણ થયું છે. મતવિસ્તાર વાઇઝ બુથની સંખ્યા પ્રમાણે પ્રતિબુથ એક કિટ તૈયાર કરાઇ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજથી કાળઝાળ ગરમી, જાણો કયા છે હિટવેવની આગાહી
ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ત્રણેય કિટમાં કુલ 170 જેટલી વસ્તુઓ અપાશે
લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત 7મી મે, મંગળવારના રોજ સવાર 7.00થી સાંજના 7.00 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાનના દિવસે ગરમીનો પારો ઊંચો રહેવાની આગાહી પણ કરાઇ છે. જેના પગલે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગરમીના લીધે મતદાન પર જોડાયેલા ચૂંટણી સ્ટાફ અને મતદારો માટે પ્રથમવાર વેલ્ફેર, હાઇજીન અને મેડિકલ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ત્રણેય કિટમાં કુલ 170 જેટલી વસ્તુઓ અપાશે.
સમાવિષ્ટ બુથની સંખ્યા પ્રમાણે પ્રતિબુથ એક કિટ તૈયાર કરાઇ
ચૂંટણી તંત્ર દ્વારા પ્રત્યેક વિધાનસભા મતવિસ્તાર વાઇઝ તેમાં સમાવિષ્ટ બુથની સંખ્યા પ્રમાણે પ્રતિબુથ એક કિટ તૈયાર કરાઇ છે. જે કિટમાં ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર નાની ટાંકણીથી લઇને પોસ્ટર સુધી તમામ પ્રકારની નાની મોટી સામગ્રીઓ, સ્ટેશનરીની આશરે 31 વસ્તુઓ, કવર, ફોર્મ, અવિલોપ્ય શાહી જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. આ બધી સામગ્રીઓ રાજ્ય ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વિધાનસભા મતવિસ્તારમાં રુટ પ્રમાણે એક કિટ રિઝર્વ રખાશે
હિટવેવની આગાહી જોતાં અમદાવાદ જિલ્લામાં મતદાન કરનાર નાગરિકો અને ચૂંટણીની પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓને કોઇ પણ પ્રકારની અગવડ ન પડે તે હેતુથી દરેક બુથ પર 3 જેટલી વિશેષ કિટનું વિતરણ કરાશે. વેલ્ફેર કિટમાં સૂકો નાસ્તો, ચોકલેટ, બિસ્કીટ, હાઇજીન કિટમાં સાબુ, મોસ્કિટટો રેપિલન્ટ અને મેડિકલ કિટમાં જરુરી દવાઓના પેકેટ પણ મૂકાશે. વિધાનસભા મતવિસ્તારમાં રુટ પ્રમાણે એક કિટ રિઝર્વ રખાશે.