- સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ સામે ધમકી આપવી
- જેહાદી શિક્ષણ આપતા ધંધૂકાના ટ્રેઝરી ઓફિસર સસ્પેન્ડ
- ગુજરાતમાં પ્રથમ વખત શિક્ષક સામે કાર્યવાહી
અમદાવાદના ધંધૂકાની પેટા તિજોરી ઓફિસમાં ફરજ બજાવતા ટ્રેઝરી અધિકારીને પેન્શનના કેસમાં કોમવાદી વલણ, કોચિંગના નામે જેહાદી શિક્ષણ, સમાજ વ્યવસ્થામાં કાયદાને પકડારવો, સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ સામે ધમકી આપવી તથા અન્ય દેશવિરોધી પ્રવૃતિ જેવી ગંભીર ગેરવર્તણૂંક સબબ ગુજરાત સરકારે સસ્પેન્ડ કર્યા છે. વર્ગ-3ના ગુલાબશા ભિખુશા જાડેજા નામના અધિકારીને ફરજ મોકૂફી હેઠળ ઉતારવા નાણા વિભાગે ઓર્ડર કરતા સરકારી તંત્ર ચોંકી ઊઠયું છે.
આ પણ વાંચો: ભાવનગર: ST બસના બુકિંગ માટે ખાનગીકરણ થતા કર્મચારીઓએ આપી આંદોલનની ચીમકી
તેમની વર્તણૂંક સરકારી કર્મચારીને ન છાજે તેવી છે એવુ નોંધવામાં આવ્યુ
સોશિયલ મીડિયામાં પોસ્ટ, જેહાદ જેવા શબ્દના પ્રયોગ અને ધાર્મિક વિષયોમાં બીજાને ધમકાવવા જેવા આરોપસર ગુજરાતમાં પહેલીવાર કોઈ સરકારી અધિકારી સામે કાર્યવાહી થઈ છે. સામાન્યતઃ આવા ત્રણેક કિસ્સા ઉત્તરપ્રદેશ સરકારમાં નોંધાયા છે. પરંતુ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી 156 બેઠકો પર જીત મળ્યા બાદ ભાજપની સરકારે પહેલીવાર આ હદે આકરું વલણ દાખવ્યુ છે.
આ પણ વાંચો: રાજ્યમાં નકલી RC બુક આધારે ગાડીઓ વેચતા કૌંભાડનો પર્દાફાશ થયો
નાણાં વિભાગના ઉપ સચિવ જે.એમ.ચાવડાની સહીથી પ્રસિધ્ધ ફરજ મોકૂફી આદેશમાં ટ્રેઝરી ઓફિસર ગુલાબશા ભિખુશા જાડેજાએ ”દેશ વિરોધી પ્રવૃતિ કરવા જેવી ગંભીર ગેરવર્તણૂંક કરવામાં આવેલ છે. તેમની વર્તણૂંક સરકારી કર્મચારીને ન છાજે તેવી છે” એવુ નોંધવામાં આવ્યુ છે. એટલું જ નહીં, આમ કરીને ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂંક) નિયમો-1971ના નિયમ 3(1)(3)નો ભંગ કર્યો છે. તેમ જણાવીને આ કારણોસર ગુલાબશા ભિખુશા જાડેજાને પેટા તિજોરી અધિકારીની સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં ન હોવાથી તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મુકવામાં આવે છે.
આ પણ વાંચો: કર્ણાટકમાં બળવાની ચિંતા વચ્ચે ભાજપને યેદિયુરપ્પા યાદ આવ્યા
કિશન ભરવાડ હત્યાકાંડમાં લાગણી ઉશ્કેર્યાના અહેવાલ
ધંધૂકાથી સસ્પેન્ડ કરાયેલા તિજોરી અધિકારી ગુલાબશા ભિખુશા જાડેજાને ફરજ મોકૂફી દરમિયાન ડાંગની મુખ્ય જિલ્લા તિજોરી કચેરી, આહવા રહેવુ પડશે. જ્યાંથી લેખિત પરવાનગી સિવાય તેઓ મુખ્ય મથક છોડી શકશે નહી. ગુલાબશા ભિખુશા જાડેજાના સસ્પેન્શન મુદ્દે અમદાવાદ જિલ્લા પોલીસે કંઈ પણ કહેવા ઈન્કાર કર્યો છે. પરંતુ, નાણાં વિભાગે સુઓમોટો લઈને કરેલી આ કાર્યવાહી પાછળ સ્થાનિક પોલીસ, સાઈબર પોલીસ અને ઈન્ટેલિન્સના અહેવાલો કારણભૂત રહ્યા છે. ટ્રેઝરી ઓફિસર તરીકે પોતાની સમક્ષ રજૂ થતા પેન્શન કેસોમાં તેઓ કોમી વલણ દાખવતા હોવાની ફરિયાદો સરકારને મળી હતી. તદ્ઉપરાંત ધંધૂકામાં કિસન ભરવાડ હત્યાકાંડની ઘટના બાદ આ સરકારી અધિકારીએ લાગણી ઉશ્કેર્યાના IBનાં રિપોર્ટને આધારે આ કાર્યવાહી થયાનું કહેવાય છે.