ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં, 15 દિવસમાં 6.3 કરોડનો ભેળસેળયુક્ત ખાણીપીણીનો જથ્થો જપ્ત

Text To Speech
  • ફૂડ સેફ્ટી પખવાડિયામાં રાજ્યના અનેક સ્થળોએ દરોડા પાડ્યા
  • 115 સ્થળો દરોડા પાડીને 226 ટન મટીરીયલ સિલ કરવામાં આવ્યું છે
  • નકલી ચીજ વસ્તુઓ અને ભેળસેળયુક્ત વેચાણ ઉપર લગામ લાગશે

ગુજરાતમાં તહેવારોની મોસમ આવી ગઇ છે. જેમાં દિવાળીના તહેવારના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવીને છેલ્લા 15 દિવસમાં 6.3 કરોડનો ભેળસેળયુક્ત ખાણીપીણીનો જથ્થો જપ્ત કર્યો છે.

115 સ્થળો દરોડા પાડીને 226 ટન મટીરીયલ સિલ કરવામાં આવ્યું છે

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફૂડ સેફ્ટી પખવાડિયા હેઠળ 03 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધીમાં 115 સ્થળો દરોડા પાડીને 226 ટન મટીરીયલ સિલ કરવામાં આવ્યું છે. આ સાથે આશરે 32 ટન જેટલું ભેળસેળયુક્ત ઘી પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકાર દ્વારા 15 દિવસ ફૂડ સેફ્ટી પખવાડિયાની સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવાઈ છે. તહેવારોની સિઝનમાં ડુપ્લિકેટ કે નકલી ચીજ વસ્તુઓ અને ભેળસેળયુક્ત વેચાણ ઉપર લગામ લાગવવા માટે આ ડ્રાઈવ યોજવામાં આવી હતી.

ફૂડ સેફ્ટી પખવાડિયામાં રાજ્યના અનેક સ્થળોએ દરોડા પાડ્યા

ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે 17 ઓકટોબર સુધીમાં વિવિધ કચેરીઓ દ્વારા 2603 એન્ફોર્સમેન્ટ નમુના અને 5643 સર્વેલન્સ નમુના મળીને કુલ 8246 જેટલા નમુના લેવાની સાથે 3987 થી વધુ ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી પખવાડિયામાં રાજ્યના અનેક સ્થળોએ દરોડા પાડીને અયોગ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય વસ્તુઓ પકડી પાડી છે.

27.87 લાખ રૂપિયાનું 1706 કિલો ડ્રાય ફ્રૂટ સહિતની વસ્તુઓ જપ્ત કરી

જેમાં ભેળસેળયુક્ત આશરે 80 લાખ રૂપિયાનું 36044 કિલો સ્વીટ, રૂ.41 લાખનું 27889 કિલો ખાદ્ય તેલ, 3.86 કરોડ રૂપિયાનું 92846 કિલો. ઘી, 49 લાખ રૂપિયાનું 37082 કિલો. અનાજ, 29.96 લાખ રૂપિયાનું 24092 કિલો. મસાલા, 27.87 લાખ રૂપિયાનું 1706 કિલો ડ્રાય ફ્રૂટ સહિતની વસ્તુઓ જપ્ત કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, પોલીસે પણ ફરજિયાત પહેરવું પડશે હેલ્મેટ

Back to top button