ગુજરાત: રામનવમી અને લોકસભા ચૂંટણીને પગલે પોલીસ એલર્ટ, મોબાઈલ કેમેરા અને FRCથી રાખશે નજર
- રાજયમાં ક્ષત્રિય આંદોલનને લઈને પોલીસ અધિકારીઓને નજર રાખવા સૂચના
- ડીસીપી સહિતના અધિકારીઓને રસ્તા પર પેટ્રોલિંગમાં રહીને વોચ રાખવા આદેશ કર્યો
- રાજ્ય પોલીસ વડા દ્વારા આઈપીએસ અધિકારીઓને સૂચના અપાઈ
ગુજરાતમાં રામનવમી અને લોકસભા ચૂંટણીને પગલે પોલીસ એલર્ટ થઇ છે. જેમાં મોબાઈલ કેમેરા અને FRCથી નજર રાખશે. તેમાં કોઈ છમકલું ન થાય તે માટે પોલીસ વડાની અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના છે. તેમજ ચૂંટણી રેલી અને ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં વિવાદાસ્પદ ગીતો નહીં વાગે તે ધ્યાન રાખવાનું છે. રાજ્ય પોલીસ વડાએ વીડિયો કોન્ફરન્સથી મીટિંગનું આયોજન કરી એલર્ટ રહેવા સૂચના આપી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હીટવેવ સામેની લડાઈમાં 8 વિભાગોને સાંકળીને સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો
રામનવમીની શોભાયાત્રા, ચૂંટણી પ્રચાર અને ફોર્મ ભરવાની રેલીઓને
રામનવમી અને લોકસભાની ચૂંટણીને પગલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યના પોલીસ કમિશનરો, રેન્જ આઈજી અને જિલ્લાઓના એસપી સહિતના આઈપીએસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગનું આયોજન કરી એલર્ટ રહેવા સૂચના આપી હતી. રામનવમીની શોભાયાત્રા, ચૂંટણી પ્રચાર અને ફોર્મ ભરવાની રેલીઓને પગલે અધિકારી અને જવાનો બંદોબસ્તમાં રહી કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રયાસ કરશે. રાજકીય પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો આમનસામને મળે તો કોઈ ઘર્ષણ ના થાય તે બાબતે ખાસ આયોજન કરવા રાજ્ય પોલીસ વડા દ્વારા આઈપીએસ અધિકારીઓને સૂચના અપાઈ છે.
રાજયમાં ક્ષત્રિય આંદોલનને લઈને પોલીસ અધિકારીઓને નજર રાખવા સૂચના
સંવેદનશીલ વિસ્તારોમાં નિકળનારી રામનવમીની રેલી દરમિયાન કોઈ વિવાદ કે બે જૂથ વચ્ચે ઘર્ષણ ના થાય તે માટે તકેદારી રાખવાના હુકમ કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે મોબાઈલ કેમેરા અને FRCથી રેલી અને ચૂંટણીની રેલીઓમાં નજર રાખશે. રામનવમીની રેલી દરમિયાન કેટલાક લોકો દ્વારા વિવાદિત ગીતો વગાડવામાં આવતા હોવાની વિગતોને પગલે આવા ગીતો વાગવા ન દેવા માટે સૂચના અપાઈ છે. આ ઉપરાંત રાજયમાં ક્ષત્રિય આંદોલનને લઈને પોલીસ અધિકારીઓને નજર રાખવા તેમજ આંદોલનની આડમાં અસમાજિક તત્ત્વો દ્વારા કોઈ ગુનાઈત કૃત્ય આચરવાનો પ્રયાસ ના થાય તે જોવા માટે પોલીસને હુકમ થયા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે પણ ડીસીપી સહિતના અધિકારીઓને રસ્તા પર પેટ્રોલિંગમાં રહીને વોચ રાખવા આદેશ કર્યો છે.