ગુજરાત: ફાયર અધિકારીએ એનઓસી રિન્યુ કરવા લાંચની માંગણી કરતા ભરાયા
- મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી લાંચની માંગણી કરી
- રૂ.30,000 સ્વીકારતા એસીબીના છટકામાં પકડાઇ ગયા
- પ્રવિણસિંહ સોલંકી મહીસાગર એસીબીએ ગોઠવેલા લાંચના છટકા ફસાયા
ગુજરાતમાં પંચમહાલના ફાયર અધિકારીએ એનઓસી રિન્યુ કરવા લાંચની માંગણી કરતા ભરાયા છે. જેમાં ફાયર અધિકારી રૂ.30 હજારની લાંચ લેતા ઝડપાયા છે. ફાયર એનઓસી રિન્યુ કરવા લાંચની માંગણી કરી હતી. જેમાં મહિસાગર એસીબી છટકામાં અધિકારી આબાદ ઝડપાયા છે. તેમાં મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી રૂ.30,000ની લાંચની માંગણી કરી હતી.
આ પણ વાંચો: ભારતના ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવતા રાજકીય ગરમાવો
પ્રવિણસિંહ સોલંકી મહીસાગર એસીબીએ ગોઠવેલા લાંચના છટકા ફસાયા
પંચમહાલના ફાયર અધિકારી અને મહીસાગર જિલ્લામાં ઇન્ચાર્જ વિભાગીય ફાયર અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ સોલંકી મહીસાગર એસીબીએ ગોઠવેલા લાંચના છટકામાં રૂ.30,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. વર્ષ 2021મા ફરિયાદીએ પંચમહાલ ડીસ્ટ્રીકટ ઓ.ઓપરેટીવ બેંકની હેડ ઓફીસ ગોધરા ખાતે હાઇડ્રન્ટ સીસ્ટમ લગાડી હતી, જેની એન.ઓ.સી. રીન્યુ કરવા માટે વર્ક ઓર્ડર મળ્યો હતો. જેથી તેમને તા.5/4/2023 ના રોજ ગોધરા પાલીકાની વિભાગીય ફાયર અધિકારીની ઓફીસે જઇ એન.ઓ.સી. રીન્યુ કરવા અરજી કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતની ગૃહિણીઓને રાહત થઇ, ટામેટાના ભાવ ઘટ્યા
રૂા.30,000 સ્વીકારતા એસીબીના છટકામાં પકડાઇ ગયા
એન.ઓ.સી. રીન્યુ કરવા માટેની ભરવાની થતી ફિ રૂ.3500 ભરી હતી. તેમ છતા એન.ઓ.સી. રીન્યુ ન થતા તા.3.7.2023 ના રોજ ગોધરા ખાતે વિભાગીય ફાયર અધિકારીની ઓફીસે જઇ ફાયર અધિકારી પ્રવિણસિંહ સોલંકીને મળ્યા હતા. જે વેળાએ પ્રવિણસિંહએ એન.ઓ.સી. આપવા માટે રૂ.30,000 ની માંગણી કરી હતી. જેથી ફરીયાદી પ્રવિણસિંહે રૂ. 30,000ની સગવડ થયેથી આપી દેવા જણાવ્યુ છે. પ્રવિણસિંહે એન.ઓ.સી.આપી હતી. ત્યાર બાદ ફાયર અધિકારી પ્રવિણસિંહએ ફરીયાદીના મિત્રોને આપેલ એન.ઓ.સી. રદ કરવા અંગેની વાતચીત કરતા ફરીયાદીએ પ્રવિણસિંહને તેઓના મોબાઇલ ફોન ઉપર વાતચીત કરતા તેઓએ રૂ.30,000ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેથી લાંચના છટકા દરમ્યાન રૂા.30,000 સ્વીકારતા એસીબીના છટકામાં પકડાઇ ગયા હતા.