ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: એક જ દિવસમાં વાપી, ભરૂચ અને માંગરોળની કંપનીમાં આગની ઘટના

Text To Speech
  • રાજ્યમાં સતત આગ લાગવાના બનાવો વધી રહ્યા છે
  • કેમિકલનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગી હતી
  • આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી પ્રસરી ગઇ હતી

ગુજરાતમાં એક જ દિવસમાં વાપી, ભરૂચ અને માંગરોળની કંપનીમાં આગની ઘટના બની છે. રાજ્યના વિવિધ શહેરોમાં અવાર-નવાર જી.આઇ.ડી.સી. અને કંપનીમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે.

કેમિકલનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગી હતી

આજે વાપી જી.આઇ.ડી.સીમાં કેમિકલનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગી હતી, જ્યારે જંબુસર નજીક પ્લાસ્ટિકના બેરલ બનાવતી ટાઇમાઉઝર નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ ઉપરાંત માંગરોળના બોરસરા જી.આઇ.ડી.સી.માં આવેલી કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમમાં બ્લાસ્ટ થયો હતો. એટલે કે એક જ દિવસમાં રાજ્યમાં 3 જગ્યાએ આગ લાગવાની ઘટના સર્જાઇ છે.

ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી

વાપી જીઆઇડીસીના થર્ડફેઝમાં કેમિકલનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ સળગી ઉઠી હતી. કેમિકલના જથ્થાને કારણે આગ વિકરાળ બનતા ભારે દોડધામ મચી ગઇ હતી. કોઇ જાનહાની થઇ ન હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી પ્રસરી ગઇ હતી

વાપી જીઆઇડીસીના થર્ડફેઝ વિસ્તારમાં કેમિકલ ઉત્પાદન કરતી શાન્હી કેમિકલ નામક કંપની આવેલી છે. આજેકંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી. કંપનીમાં રહેલા કેમિકલના જથ્થાને કારણે આગે વિકરાળ રૂપ ધારણ કરતા જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી પ્રસરી ગઇ હતી.

આ પણ વાંચો: અમદાવાદ: હેલ્મેટ વગર વાહન ચલાવતા 660 સરકારી કર્મચારીને રૂ.3.30 લાખનો દંડ

Back to top button