ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: નાણામંત્રી કનુ દેસાઈ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરે તેવી સંભાવના

Text To Speech
  • વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે
  • નાણામંત્રી કનુ દેસાઈ પણ ટેબલેટમાંથી જ બજેટ રજૂ કરશે
  • ગઇકાલે રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થઇ હતી

ગુજરાતમાં નાણામંત્રી કનુ દેસાઈ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરે તેવી સંભાવના છે. તેમજ નાણામંત્રી કનુ દેસાઈ પણ ટેબલેટમાંથી જ બજેટ રજૂ કરશે. કનુ દેસાઈ સતત ત્રીજી વાર બજેટ રજૂ કરશે તથા સરકાર મોટી જાહેરાતો કરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઉંચકાયો તાપમાનનો પારો, જાણો કયુ શહેર બન્યુ ઠંડુગાર 

વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીનુ સૌથી મોટુ બજેટ રજૂ થવાની સંભાવના છે. વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈ પણ ટેબલેટમાંથી જ બજેટ રજૂ કરશે. તેમજ 3.30 લાખ કરોડ આસપાસ બજેટનું કદ રહેવાની શક્યતા છે. ચૂંટણીના કારણે રાજ્ય સરકાર મોટી જાહેરાતો પણ કરી શકે છે આરોગ્ય, શિક્ષણ અને કૃષિ અને માળખાકીય સુવિધાઓ પર ભાર મુકવામાં આવશે. તેમજ પહેલીવાર લોકસભા ચૂંટણી પહેલા પૂર્ણ કદનુ બજેટ રજૂ કરવામાં આવશે. ચૂંટણીના કારણે રાજ્ય સરકાર મોટી જાહેરાતો પણ કરી શકે છે.

ગઇકાલે રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થઇ હતી

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો ગઇકાલથી પ્રારંભ થઇ ગયો છે. જેમાં રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થઇ હતી. તેમજ 36 મિનિટ રાજ્યપાલનું ભાષણ ચાલ્યુ હતુ. તથા વિપક્ષના સભ્યોનો રાજ્યપાલે આભાર માન્યો હતો. તથા કોઈ પણ પ્રકારના વિરોધ વગર ભાષણ ચાલ્યુ હતુ. જેમાં પ્રથમ સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં બિલ રજૂ થયુ હતુ. મહેસુલ વિભાગનું બિલ ગૃહમાં રજૂ કરાયુ હતુ. ગણોતધારામાં રાજ્ય સરકાર બદલાવ કરશે. કેટલીક જમીન જે બિન ખેતી નહોતી થતી તેમાં સુધારા કરાશે. 30 જુન, 2015 પહેલા ખરીદેલી જમીન બિનખેતી કરવા જોગવાઈ કરાશે.

Back to top button