1386 કિ.મી.ના દિલ્હી-વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે ઉપર 55 સ્થળોએ ફાઇટર વિમાન લેન્ડ થઇ શકશે. તેમજ હવાઇ સંરક્ષણમાં આ એક્સપ્રેસ વે મહત્ત્વનો બની રહેશે. વડોદરા એર ફોર્સ સ્ટેશનને વ્યૂહાત્મક ઓપરેશન માટે મદદ મળશે. તથા રન વે 3 કિલોમીટર સુધીનો લાંબો અને 20 મીટરપહોળો હોવો જોઇએ.
આ પણ વાંચો: ગુજરાતના આ લોકોને બારેમાસ રાહતદરે સિંગતેલ મળશે
વડોદરાથી ઇમરજન્સીમાં પશ્ચિમી હવાઇ સીમાઓના સંરક્ષણ માટે કામગીરી થઇ જશે
દિલ્હી-વડોદરા-મુંબઇ એક્સપ્રેસવે હવાઇ દળ-ભૂમિદળ માટે મહત્ત્વનો બની રહેશે. વડોદરાથી ઇમરજન્સીમાં પશ્ચિમી હવાઇ સીમાઓના સંરક્ષણ માટે કામગીરી થઇ જશે. વડોદરા એરફોર્સ સ્ટેશન દેશના પશ્ચિમ સરહદની હવાઇ સુરક્ષામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત વડોદરા નજીક આવેલા જાહેર સાહસો જેવા કે ગુજરાત રિફાઇનરી, હેવી વોટર પ્રોજેક્ટ, ગુજરાત ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ કંપની વગેરેને પણ હવાઇ સુરક્ષા આપવા મહત્વની ભૂમિકા ભજવે છે. ભવિષ્યમાં ચીન કે પાકિસ્તાન કોઇ અવળચંડાઇ કરે તો તેને જડબાતોડ જવાબ આપવા માટે પણ દિલ્હી – વડોદરા -મુંબઇનો એક્સપ્રેસ વે એરફોર્સ દ્વારા ઉપયોગમાં લઇ શકાશે.દિલ્હી -વડોદરા – મુંબઇ એક્સપ્રેસ ફાઇટર વિમાનો દ્વારા ઓપરેશન માટે વડોદરા એરફોર્સ સ્ટેશનને મદદ મળશે.
આ પણ વાંચો: રાજ્યમાં ગરમી આવતા લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો
55 સ્થળોએ ફાઇટર જેટ વિમાનોનું ઉતરાણ થઇ શકે તેવી સુવિધા
દિલ્હી-વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વેના 1386 કિ.મી.ના માર્ગ ઉપર 55 સ્થળોએ ફાઇટર જેટ વિમાનોનું ઉતરાણ થઇ શકે તેવી સુવિધા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વિકસાવવામાં આવી છે. વડોદરા-મુંબઇના પટ્ટા પર ઇમરજન્સીના સમયે ફાઇટર જેટ ઉતરી અને ઉડ્ડયન કરી શકશે. . વડોદરાથી ફાઇટર પ્લેન ભુજ,નલિયા, જોધપુર,ગ્વાલિયર, પૂણે સહિતના માર્ગ ઉપર સંરક્ષણ કરી શકશે.
આ પણ વાંચો: ગુજરાત: દિવ્યાંગ લોકો માટે સરકારે આપી મોટી રાહત
ભારતીય વાયુદળના ફાઇટર પ્લેનોએ આ વિમાનોને પાછા ખદેડયા
1971 યુધ્ધના સમયે પાકિસ્તાનના વિમાનો આગ્રા સુધી ઘુસી આવ્યા હતા. જોકે ભારતીય વાયુદળના ફાઇટર પ્લેનોએ આ વિમાનોને પાછા ખદેડયા હતા. જેના પગલે રાષ્ટ્રને સશસ્ત્ર દળો માટે ઇમરજન્સી રોડવેઝ તૈયાર કરવાની જરૂર ઉભી થઇ હતી. જેની ઉપર ફાઇટર પ્લેનો ઉડી શકે. આગ્રા, ગુરૂગ્રામ, ગ્વાલિયર અને દિલ્હીમાં આવી સુવિધા ઉભી કરાઇ છે. હવે આગામી સમયમાં વધુ સુવિધા ઉભી થશે.