ગુજરાત: વડોદરામાં આર્થિક સંકડામણથી કંટાળીને પરિવારને શેરડીના રસમાં ઝેરી દવા આપી, મૃત્યુ આંક 3 થયો
- શેરડીના રસમાં તેની પત્નીએ કોઈ ઝેર ભેળવ્યું હતુ: ચેતન
- સોની પરિવારના મોભીએ શેરડીના રસમાં ઝેરી દવા ભેળવીને પીવડાવી
- SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન આકાશનું મોત થયુ
ગુજરાતના વડોદરા શહેરમાં આર્થિક સંકડામણથી કંટાળીને પરિવારને શેરડીના રસમાં ઝેરી દવા આપી હતી. જેમાં હવે મૃત્યુ આંક 3 થયો છે. તેમાં વડોદરામાં સોની પરિવારમાં મૃત્યુ આંક વધતા ફરી શોકનો માહોલ છવાયો છે. અગાઉ વૃદ્ધ પિતા અને ચેતનની પત્નીનું મોત નિપજ્યું હતુ. પોલીસે ચેતન સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં રાજયનું સૌથી વધુ તાપમાન 42.4 ડિગ્રી, જાણો વરસાદની શું છે આગાહી
સોની પરિવારના મોભીએ શેરડીના રસમાં ઝેરી દવા ભેળવીને પીવડાવી
વડોદરામાં આર્થિક સંકડામણથી કંટાળીને સોની પરિવારના મોભીએ શેરડીના રસમાં ઝેરી દવા ભેળવીને પીવડાવી હતી. સોની પરિવારમાં સસરા-પુત્રવધૂનું મોત નિપજ્યું હતુ. સોની પરિવારમાં મૃત્યુ આંક 3 થયો છે. SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન આકાશનું મોત થયુ છે. અગાઉ વૃદ્ધ પિતા અને ચેતનની પત્નીનું મોત નિપજ્યું છે. પોલીસે ચેતન સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કર્યો છે. આરોપી ચેતન સોનીની તબિયત હાલ સુધારા પર છે. આર્થિક બોજને લીધે ચેતને પરિવારને શેરડીના રસમાં ઝેર પીવડાવ્યું હતું જેમાં પોટેશિયમ સાઈનાઈડ હતુ. જેમાં પોલીસે અગાઉ ચેતન સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કર્યો હતો.
શેરડીના રસમાં તેની પત્નીએ કોઈ ઝેર ભેળવ્યું હતુ: ચેતન
ચેતન સોનીએ અગાઉ જણાવ્યું હતુ કે, શેરડીના રસમાં તેની પત્નીએ કોઈ ઝેર ભેળવ્યું હતુ. પરંતુ પિતા અને પત્નીના અગ્નિસંસ્કાર પોલીસને જાણ કર્યા વગર કરતા અને તેઓએ પણ ઝેર પી લેતા ચેતન સોનીની હાલત પણ ગંભીર બની હતી. પોલીસે જ્યારે ચેતનભાઈની પૂછપરછ કરી હતી ત્યારે તેમણે પણ ઝેર પી લેતાં સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે ચેતનભાઈ સામે 302ની કલમ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઘર બહાર ઝાળીએ ચેતનભાઈના પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુબેનનાં અસ્થિના કળશ બાંધેલા જોવા મળ્યા હતા.