- સપ્તાહથી સર્વે શરૂ કરાયો હોઇ જે પુર્ણતાના આરે પહોંચ્યો
- ખેડૂતોને આર્થિક વળતર-સહાય ચુકવણીની પ્રક્રિયા હાથ ધરાશે
- કેળ, ચીકુ, જામફળ, દાડમ, પપૈયા જેવા ફળપાકોને નુકસાન થયુ
ગુજરાતના ખેડૂતો આનંદો. નુકસાન ધરાવતા ખેડૂતોને ગાંધીનગરથી સહાય ચૂકવવા અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં આણંદ જિલ્લામાં માવઠાના નુકસાનનું સર્વે પુર્ણતાના આરે છે. હાલમાં જિલ્લામાં 80 હજાર હેક્ટર વિસ્તારમાં રવિપાકનુ વાવેતર થયુ છે. તેમાં ઘઉં, તમાકુ, રાયડા, ચણા સહિતના પાકોમા વ્યાપક નુકસાન થયુ છે.
આ પણ વાંચો: ગુજરાત: ઈલેક્ટ્રિક વ્હિકલ પર સબસિડી મામલે સામે આવ્યા મોટા સમાચાર
સપ્તાહથી સર્વે શરૂ કરાયો હોઇ જે પુર્ણતાના આરે પહોંચ્યો
આણંદ જિલ્લામા ગત સપ્તાહે બર્ફિલા પવનો, ગાજવીજ સાથે આઠેય તાલુકાઓમા સાર્વત્રિક કમોસમી વરસાદ થતાં ખેતરમા ઉભા તેમજ વાવેતર પામેલ પાકને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે. હાલમાં જિલ્લામાં 80 હજાર હેક્ટર વિસ્તારમાં રવિપાકનુ વાવેતર થયુ છે. જોકે વાદળછાયા માહોલ, વરસાદ તેમજ હિમપ્રપાત જેવા પવનોના કારણે ઘઉં, તમાકુ, રાયડા, ચણા સહિતના પાકોમા વ્યાપક નુકસાન પહોંચતા રાજ્ય કૃષિ વિભાગના આદેશ મુજબ ગ્રામસેવકો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ગત સપ્તાહથી સર્વે શરૂ કરાયો હોઇ જે પુર્ણતાના આરે પહોંચ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ઝાયડ્સ બ્રિજ પર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેમ ટ્રક આવી અને…
કેળ, ચીકુ, જામફળ, દાડમ, પપૈયા જેવા ફળપાકોને નુકસાન થયુ
આણંદ જિલ્લામા દિવાળી પર્વ દરમ્યાન રવિ સિઝનના વાવેતરનો પ્રારંભ થયા બાદ ઠંડીના અનુકુળ પ્રમાણને લઇને નવેમ્બરના અંત સુધીમાં જિલ્લામાં 80592 હેક્ટર વિસ્તારમાં શિયાળુ પાકની વાવણી કરવામા આવી છે. જેમાં સૌથી વધુ તમાકુની 47941 હેક્ટરમા જયારે સૌથી ઓછી જુવાર તથા સુવાની માત્ર 4-4 હેક્ટરમા ખેતી કરવામા આવી છે. જોકે ગત 26મી નવેમ્બરે સર્જાયેલી માવઠાની સ્થિતિએ ઘઉં, તમાકુ, ચણાનો ઉભો પાક ખેતરમા આડો પડી જવો કે તેના મુળમાં પાણી ભરાઇ જતા પાક નષ્ટ થવો તથા ભારે પવનોના કારણે કેળ, ચીકુ, જામફળ, દાડમ, પપૈયા જેવા ફળપાકોને નુકસાન થયુ છે.
આ પણ વાંચો: ગુજરાતના લોકો બન્યા સાયબર ક્રાઇમનો શિકાર, બેન્ક એકાઉન્ટ ભાડે લેવાનો મોટો વેપલો
પાકોના મુળમા પાણી ભરાઇ જવાના કારણે પાક કહોવાઇ ગયો
નિલગીરી, લીંબુમા ફળ-ફુલ કે મ્હોર ખરી પડવા, છોડ આડો પડી જવો, તુવર, વટાણા, ઘીલોડા, પાપડી, દુધી, તુરિયા,ગલકાં જેવા વેલાવાળા શાકભાજી ઉપરથી ફળો ખરી પડ્યા છે. મેથી, પાલખ, તાંદળજો, સુવા, ડોળી જેવી ભાજીઓ, રીંગણ, કારેલા, ટામેટી જેવા પાકોના મુળમા પાણી ભરાઇ જવાના કારણે પાક કહોવાઇ ગયો છે. ઉપરાંત વિપરીત હવામાનના કારણે પાકમા રોગ જીવાતનો ઉપદ્રવ વધવા તેમજ કપાસ પાકમા લીલી ખાખરીના ઉપદ્રવની ભીતિએ ધરતીપુત્રોને ચિંતિત કર્યા હોઇ ગાંધીનગર કક્ષાએથી માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવાના આદેશ બાદ આણંદ જિલ્લામા ગ્રામ સેવકોની ટીમ દ્વારા સર્વે શરૂ કરાયો છે. જેમા એક સપ્તાહમા પ્રક્રિયા પૂર્ણ કરી ખેતીવાડી વિભાગને રિપોર્ટ કરવાની તાકીદને પગલે હાલમાં સર્વેની કામગીરી પુર્ણ થવાના આરે છે.
આ પણ વાંચો: જાણો કેમ NRI ગુજરાતમાંથી ખરીદે છે આશરે રૂ. 250-300 કરોડની દવા
ખેડૂતોને આર્થિક વળતર-સહાય ચુકવણીની પ્રક્રિયા હાથ ધરાશે
રાજ્યના કૃષિવિભાગ દ્વારા માવઠાએ ખેતીપાકોમાં સર્જેલા નુકશાન અંગે આઠેય તાલુકાઓના અસરગ્રસ્ત ખેતર વિસ્તારોમા ગ્રામસેવકો દ્વારા સર્વેક્ષણની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં જે-તે વિસ્તારમાં નુકશાનગ્રસ્ત પાકોમા પહોંચેલા તારાજીની ટકાવારી, આર્થિક મુલ્ય સહિતના પાસઓ અંગે સર્વે કરીને 33 ટકા ઉપરાંતનુ નુકશાન ધરાવતા ખેતરોનો ખેતીવાડી વિભાગને અહેવાલ સુપ્રત કરાશે. જે રિપોર્ટ ગાંધીનગર મોકલાયા બાદ જે-તે પાકમાં નિયત ટકાવારી, મર્યાદા મુજબ ખેડૂતોને આર્થિક વળતર-સહાય ચુકવણીની પ્રક્રિયા હાથ ધરાશે. તેમ જાણવા મળ્યુ છે.