- ખેડૂત સર્ટિફ્કિેટનો એક પણ કેસ પેન્ડિંગ ન રહેવા બદલ સૌને અભિનંદન
- ACS મનોજ દાસે ચાર કલેક્ટરોને અભિનંદન આપ્યાં છે
- મહેસૂલ વિભાગમાં ઝડપી અને પારદર્શી કાર્ય પ્રણાલીથી ખેડૂતો ખુશ
ગુજરાતના અધિક મુખ્ય સચિવ-ACS મનોજ દાસે જ્યારથી મહેસૂલ વિભાગનો ચાર્જ સંભાળ્યો ત્યારથી રાજ્યના કલેકટોરેટ અને પ્રાંત- મામલતદાર કચેરીઓમા પેન્ડિંગ ફાઇલોના નિકાલને લઈને તેઓ સતત રિપોર્ટિંગ માંગતા રહ્યા છે. એથી દરરોજ સવાર પડે એવુ જ કલેક્ટરોના વોટ્સેપ ગ્રુપમાં તેમનો આદેશ કે સુચના વાંચતા જ મામલતદારોથી લઈને નીચે સર્કલ ઓફ્સિર સુધીના તંત્રમા ઘણાની ચા જ બગડતી રહી છે.
આ પણ વાંચો: ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમોનું આજે ગુજરાતમાં થશે આગમન, જાણો સમગ્ર કાર્યક્રમ
કલેકટરોમાં આજે સૂરજ ક્યાંથી ઉગ્યો તેવી સ્તબ્ધતા પ્રસરી
જો કે, ગત સપ્તાહે તેનાથી ઊંધું થયું ! વાત જાણે એમ છે કે ACS મનોજ દાસે અરવલ્લી, આણંદ, ખેડા, તાપી અને ભાવનગર એમ ચાર જિલ્લા કલેક્ટરોને શરતફેરના કેસો પૂર્ણ કરતા અભિનંદન આપ્યા હતા. તે સિવાય રાજ્યમા 15 દિવસથી વિલંબિત હોય તેવા ખેડૂત સર્ટિફ્કિેટનો એક પણ કેસ પેન્ડિંગ ન રહેવા બદલ સૌને અભિનંદન આપતા કાયમ ઠપકો ખાવા ટેવાયેલા છે તેવા કલેકટરોમાં આજે સૂરજ ક્યાંથી ઉગ્યો તેવી સ્તબ્ધતા પ્રસરી હતી.
આ પણ વાંચો: ગુજરાત: રિટર્ન ફાઇલ નહીં કરનારાઓ પર આવકવેરા વિભાગની તવાઇ
માત્ર એક જ દિવસમાં 109માંથી 100 Dy.Soને મેમો ફટકાર્યો
મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર અને કામચોરીને દૂર કરવા માટે મનોજ દાસે એક અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનમાં મહેસુલ વિભાગમાં વર્ષોથી ધૂળ ખાઇ રહેલી ફાઇલોને આગળ ધપાવવાનું કામ કરવાની સાથે-સાથે ભ્રષ્ટાચાર પર પંજો મારવામાં આવ્યો છે. અધિકારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે કે, કોઈપણ ફાઈલ ખોટી રીતે અટકાવી જોઇએ નહીં. તો બીજી તરફ આવેદનકર્તાઓને પણ સૂચનો આપવામાં આવ્યા છે કે, કોઈપણ અધિકારી ઘૂસ માગે તો સીધો જ સીએમ ઓફિસ કે ACSનો કોન્ટેક્ટ કરી દેવો. આમ મહેસુલ વિભાગની કાયાપલટ કરવા માટે મનોજ દાસ રાત-દિવસ એક કરી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, જ્યારે રાજ્ય સરકારે અધિક મુખ્ય સચિવ- ACS તરીકે મનોજ દાસને નિયુક્ત કર્યા હતા ત્યારે આવતાની સાથે જ તેમને માત્ર એક જ દિવસમાં 109માંથી 100 Dy.Soને મેમો ફટકારી દેતા મહેસુલ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આ પણ વાંચો: IAS વિજય નેહરાના ત્વરિત અને સફળ નિર્ણયથી રાજ્યની સુખાકારી વધી
મનોજ દાસે અધિકારીઓ પાસ રાતોની રાતો ઉજાગરા કરાવ્યા
આ માટે મનોજ દાસે અધિકારીઓ પાસ રાતોની રાતો ઉજાગરા કરાવ્યા હતા. પાછલા કેટલાક દિવસ અને રાતો સુધી અધિકારીઓ પાસેથી કામ કરવાની સખ્ત સૂચના આપવામાં આવી હતી. આ સૂચનામાં તમામ પેન્ડીંગ પડેલી ફાઇલોનું નિકાલ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન મનોજ દાસે પોતાની આગેવાની હેઠળ જ રાજ્યના તમામ જિલ્લાઓમાં પેન્ડીંગ પડેલી તમામ ફાઇલોને ક્લિયર કરાવી લીધી છે. તે ઉપરાંત ગ્રીનપેનલ ફાઇલોનો નિકાલ કરીને ઘણા સમયથી અટવાયેલા મસમોટા પ્રોજેક્ટોને કાર્યરત કરી દીધા છે. મહેસુલ વિભાગની પાછલા થોડા દિવસની કામગીરીથી આવેદકોમાં ખુશી જોવા મળી રહી છે. સારી બાબત તે છે કે, આટલી ઝડપી કામગીરી થવાના કારણે આવેદનકર્તાઓ અને સરકાર બંનેને ફાયદો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ટ્રાફ્કિ જામની સમસ્યા નિવારવા DSP રવિ તેજા લેશે મોટો નિર્ણય
રાજ્યમાં રોજગાર વધે તેવા પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે
કામનું ભારણ ઓછું કરવા માટે મનોજ દાસે સરકારની ઓનલાઈન સિસ્ટમને પણ કાર્યરત કરી દીધી છે. આમ મનોજ દાસે સામાન્ય લોકોનું કામ કોઇપણ રીતે અટકી ન પડે અને સરકારી કર્મચારીઓને પણ સરળતા રહે તે માટે ઓનલાઈન સિસ્ટમને વ્યવસ્થિત ચાલું કરાવી દીધી છે. ફાઇલોનું ઝડપી નિકાળ થતાં સરકારની તિજોરીમાં પ્રીમિયમ સહિતની રકમ આવી રહી છે, તો આવેદનકર્તાઓ પોતાની કામગીરીના એક સ્ટેપ પૂરો થતાં આગળની કાર્યવાહી કરવા માટે સજ્જ બની ગયા છે. સ્વભાવિક બાબત છે કે, ગ્રીનચેનલ જેવી ફાઈલો આગળ વધતા અનેક મોટા પ્રોજેક્ટોને લીલી ઝંડી મળી ગઈ છે. જેથી રાજ્યમાં રોજગાર વધે તેવા પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે.