ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: ખેતરમાં તુવેરની આડમાં ખેડૂતે ગાંજાની ખેતી કરતા ધરપકડ કરાઇ

Text To Speech
  • અમરેલી જિલ્લામાં તુવેરની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવી
  • ગાંજાની ખેતી કરતા ખેડૂતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી
  • પોલીસે ખેતરમાંથી 340 ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડ્યું હતું

ગુજરાત ડ્રગ્સ અને ગાંજો ઝડપાવાની અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમરેલી જિલ્લામાં તુવેરની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ગાંજાની ખેતી કરતા ખેડૂતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડૂતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી

અમરેલી જિલ્લામાં ધારી નવી વસાહત પાણીના ટાંકા નજીકમાં રમેશભાઈ અરજનભાઈ વેકરિયાના ખેતરમાં તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે SOG ટીમે બાતમીના આધારે ખેતરમાં દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે 340 ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ પછી પોલીસે ગાંજાના છોડ જપ્ત કર્યો હતો અને ખેડૂતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભારતમાં ગાંજાની ખેતી પર સખત પ્રતિબંધ છે

ભારતમાં ગાંજાની ખેતી પર સખત પ્રતિબંધ છે, પરંતુ કેટલાક ખાસ કિસ્સાઓમાં રાજ્ય સરકારો, વિશેષ હેતુઓ અનુસાર તેને મંજૂરી આપી શકે છે. 1985માં પસાર કરાયેલ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટે ગાંજાની ખેતી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ અધિનિયમ મુખ્યત્વે નશીલા પદાર્થોના ઉપયોગ, વિતરણ અને વેપાર પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશ્ય સાથે પસાર કરવામાં આવ્યો હતો. NDPS એક્ટ મુજબ કેન્દ્ર સરકારને ઉચ્ચ THC મૂલ્ય સાથે ગાંજાનો અભ્યાસ અને સંશોધન કરવાની પરવાનગી આપવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાત: ગામમાં 10 પાસ બોગસ ડોક્ટરે ક્લિનિક ખોલ્યું અને ભાંડો ફુટ્યો

Back to top button