ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ફિલ્મ સ્પેશિયલ 26 જેવો પ્લાન બનાવી પાડ્યા નકલી IT દરોડા

Text To Speech
  • દરોડા પાડીને 25 લાખ રૂપિયાની માંગ કરી હતી
  • નકલી IT દરોડા પાડનારા 5ની ધરપકડ કરાઇ
  • વડોદરાના GST ઈન્સ્પેક્ટર સાથે મળી પ્લાન કર્યો

ગુજરાતના દાહોદમાં ફિલ્મ સ્પેશિયલ 26 જેવો પ્લાન બનાવી પાડ્યા નકલી IT દરોડા પાડ્યા હતા. જેમાં નાણા ધીરનાર ધંધાર્થી પર નકલી IT દરોડા પાડનારા 5ની ધરપકડ કરવામાં આવી છે.

નકલી IT અધિકારી બનીને દરોડા પાડવા આવીલી ગેંગનો પર્દાફાશ

ફતેપુરા તાલુકાના સુખસરમાં નકલી આઈટી અધિકારી બનીને દરોડા પાડવા આવીલી ગેંગનો પર્દાફાશ થયો છે. 6 અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા શખ્સોએ વડોદરાના જીએસટી ઈન્સ્પેક્ટર સાથે મળી સુખસરમાં આવેલા કાપડ તેમજ નાણા ધીરધારનો ધંધો કરતા વેપારીને ત્યાં સ્પેશિયલ 26 મુજબ દરોડા પાડીને 25 લાખ રૂપિયાની માંગ કરી હતી. જોકે, પતાવટ માટે બે લાખ રૂપિયા પડાવ્યા હતાં.

બે લોકોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા

દરોડા કરવા આવેલા આઈટી અધિકારીઓ બોગસ છે તેવી માહિતીના આધારે વેપારીએ પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા પાંચ નકલી આઇટી અધિકારીને ઝડપી પાડયા હતાં જ્યારે બે શખસો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતાં. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા નકલી આઈટી અધિકારીઓની ટોળકી ભાગવા જતા સાતમાંથી બે સ્થળ પર જ પકડાઈ ગયા હતા. અન્ય ત્રણને પોલીસે પાછળથી પકડી લીધા હતાં. જ્યારે બે લોકોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: જામનગરમાં પશુઓની ચોરી કરતી ગેંગ સક્રિય બનતા માલધારીઓમાં રોષ

Back to top button