ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત : શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નકલી ફેસબુક એકાઉન્ટ, નાગરિકોને સાવચેત રહેવા અપીલ

Text To Speech
  • શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું
  • નકલી ફેસબુક પ્રોફાઈલ પરથી કોઈએ સંપર્ક સાધવો નહીં
  • ફેક એકાઉન્ટ દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ

ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું છે. આ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, ‘કોઈ અજાણી વ્યક્તિએ મારા ફેક એકાઉન્ટ દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.’

ગતરાત્રે 11:30 કલાકે કોઈએ ફેસબુક પ્રોફાઈલ બનાવી હોવાનું મારા ધ્યાને આવ્યું

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક આ અંગે માહિતી આપતા લખ્યું કે, ‘મારા નામથી ગતરાત્રે 11:30 કલાકે કોઈએ ફેસબુક પ્રોફાઈલ બનાવી હોવાનું મારા ધ્યાને આવ્યું છે. કોઈ અજાણી વ્યક્તિએ મારા નકલી એકાઉન્ટ દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે મે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ એકાઉન્ટ મારું નથી અને આ પરથી કરવામાં આવેલા કોઈ પણ સંદેશા અથવા માગણીઓ પર વિશ્વાસ ન કરશો.

આ ફેક ફેસબુક પ્રોફાઈલ પરથી કોઈએ પણ સંપર્ક સાધવો નહીં

આ ફેક ફેસબુક પ્રોફાઈલ પરથી કોઈએ પણ સંપર્ક સાધવો નહીં.’ વધુમાં તેમણે લખ્યું કે, ‘હું તમામ નાગરિકોને નમ્ર વિનંતી કરું છું કે આવા ખોટા એકાઉન્ટ સામે સાવચેત રહે અને કોઈ પણ વ્યક્તિના પ્રલોભનમાં ન આવે. જો તમે આ પ્રકારની પ્રવૃત્તિઓનો અનુભવ કરો, તો તુરંત જ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં જાણ કરો.’

આ પણ વાંચો: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ગરમી વચ્ચે કમોસમી વરસાદની જાણો શું છે આગાહી

Back to top button