ગુજરાત: કોમર્સની ડિગ્રી ધરાવતો નકલી ડોક્ટર ઝડપાયો, 1 વર્ષથી દવાખાનું ચલાવતો
- શહેરમાંથી વધુ એક બોગસ તબીબને પોલીસે ઝડપી લીધો
- બોગસ તબીબ સામે જિલ્લાના ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
- પોલીસે રૂ. 5,060ની એલોપેથીની દવાઓ સાથે તબીબને પકડી પાડયો
ગુજરાતના ચૂડા તાલુકામાં કોમર્સની ડિગ્રી ધરાવતો નકલી ડોક્ટર ઝડપાયો છે. જે 1 વર્ષથી દવાખાનું ચલાવતો હતો. ચૂડામાં કોમર્સ ગેજ્યુએટ 1 વર્ષથી મુન્નાભાઈ MBBS બનીને પ્રેક્ટિસ કરતો ઝડપાયો છે. જેમાં SOG ટીમે દરોડો કરીને દવાઓ સાથે પકડી પાડયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વિવિધ વિસ્તારોની પ્રદૂષણ ફેલાવતી કન્સ્ટ્રક્શન સાઈટ પર AMCએ લાલા આંખ કરી
શહેરમાંથી વધુ એક બોગસ તબીબને પોલીસે ઝડપી લીધો
ઝડપાયેલા બોગસ તબીબ સામે જિલ્લાના ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તેમજ પોલીસે રૂ. 5,060ની એલોપેથીની દવાઓ સાથે તબીબને પકડી પાડયો છે. ચૂડા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહેલી એસઓજી ટીમને ચૂડાના જોરાવરપરા વિસ્તારમાં એક શખ્સ ડિગ્રી ન હોવા છતાં તબીબી પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં બોગસ તબીબને દવાઓ સાથે ઝડપી લઈ ચૂડા પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે. જિલ્લાના ગ્રામ્ય પંથકમાં રહેતી પ્રજાની સારવાર કરતા બોગસ તબીબો અવારનવાર પોલીસના હાથે ઝડપાય છે. ત્યારે ચૂડા શહેરમાંથી વધુ એક બોગસ તબીબને પોલીસે ઝડપી લીધો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઓટોમોબાઇલ પાર્ટ્સના વેપારીઓને ત્યાં SGSTના દરોડા
તબીબી સારવાર કરવાનું સર્ટીફીકેટ ન હોવા છતાં એક વર્ષથી તબીબી પ્રેકટીસ
બનાવની મળતી માહીતી મુજબ એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની સુચનાથી સ્ટાફના ડાયાલાલ, રવીભાઈ સહિતનાઓ ચુડા શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ચુડાના જોરાવરપરામાં રહેતા રામજી મંદીર પાસે રહેતો મનસુખ નાગજીભાઈ મીઠાપરા પોતાના ઘરે તબીબ ન હોવા છતાં તબીબી પ્રેકટીસ કરતો હોવાની માહીતી મળતા રેડ કરાઈ હતી. જેમાં કંથારીયા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. નીતીનભાઈ ઝેઝરીયાને સાથે રખાયા હતા. આ દરોડા દરમીયાન મનસુખભાઈ નાગજીભાઈ મીઠાપરાની પુછપરછ કરતા તેઓ કોમર્સ ગ્રેજયુએટ હોવાનું બહાર આવ્યુ હતુ. અને તબીબી સારવાર કરવાનું સર્ટીફીકેટ ન હોવા છતાં એક વર્ષથી તબીબી પ્રેકટીસ કરતા હતા. આથી પોલીસે રૂ. 5,060ની એલોપેથીની દવાઓ સાથે મનસુખ મીઠાપરા સામે ચુડા પોલીસ મથકે ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.