મધ્ય ગુજરાત

Gujarat : નકલી CMO ઓફિસરની ધરપકડ, નોકરી અપાવવાના બહાને મહિલા સાથે કર્યું દુષ્કર્મ

Text To Speech

વડોદરામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં, અહીં પોલીસે ગુજરાત CMOના અધિકારી તરીકે ઓડખાણ આપી મહિલા પર બળાત્કાર કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા સત્તાવાર રીતે સોમવારે આ માહિતી આપવામાં આવી છે. વડોદરાના એસીપી એ. વી. કાટકડે જણાવ્યું હતું કે, વિરાજ પટેલ નામના વ્યક્તિએ કથિત રીતે ગુજરાતના CMO અને ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેકના ચેરમેન હોવાનો ઢોંગ કરીને નોકરી અપાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી વિરૂદ્ધ IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી વિરાજ ગાંધીનગરના સરગાસણ ગામનો રહેવાસી છે. તેણે કથિત રીતે ખોટા નિવેદન આપ્યા હતા. ગુજરાતના CMO અધિકારી અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે ઓળખ આપી હતી.

આ પણ વાંચો : ભારત સરકારે 14 મેસેન્જર એપ પર મૂક્યો પ્રતિબંધ, આતંકવાદીઓ કરતા હતા ઉપયોગ

આ વાત ત્યારે સામે આવી જ્યારે આરોપીએ થિયેટરમાં બોલાચાલી દરમિયાન પોતાને સરકારી અધિકારી તરીકે રજૂ કર્યો. એટલું જ નહીં, તેની પાસે સરકારી અધિકારીના રૂપમાં બનાવટી ઓળખના દસ્તાવેજો પણ મળ્યા હતા, જેનો ઉપયોગ તેણે પોતાના ફાયદા માટે કર્યો હતો. જો કે, વિવાદ દરમિયાન પહોંચેલી પોલીસે તેના તમામ કારનામાને નિષ્ફળ બનાવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે તે પોતાની ખોટી ઓળખ બનાવીને નાસતો ફરતો હતો. આ આરોપી સાથે એક મહિલા પણ હાજર હતી. તે મહિલાએ પણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું કે આરોપીએ પોતાનો પરિચય ગિફ્ટ સિટીના પ્રમુખ તરીકે આપ્યો હતો અને તેને વચન આપ્યું હતું કે તે તેને ગિફ્ટ સિટીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવશે.CMO - Humdekhengenewsઆ દરમિયાન આરોપીએ ઘણી વખત મહિલા સાથે સંબંધો પણ બાંધ્યા હતા. હાલમાં પોલીસે મહિલાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અનેક કલમો હેઠળ કેસ નોંધીને રવિવારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. મહિલા પર બળાત્કારના કેસમાં, અમે તપાસ કરીશું કે તેણે આ જાળમાં અન્ય કોઈ મહિલાને પણ ફસાવી છે કે કેમ. આ સાથે ગેંગમાં અન્ય કોઈ સામેલ છે, જે મહિલાઓને ખોટા બહાને ફસાવીને તેમની સાથે દુષ્કર્મ કરે છે. આ તમામ સવાલોના જવાબ આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળશે.

Back to top button