ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, મહત્તમ તાપમાનમાં 2 ડીગ્રીનો થયો વધારો
- માર્ચ મહિનાની શરૂઆતથી વાતાવરણમાં અનેકવાર પલટો દેખાયો
- મહત્તમ તાપમાનમાં 2 ડીગ્રીનો વધારો થતા ગરમી વધી
- રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઉંચકાવવાની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જેમાં મહત્તમ તાપમાનમાં 2 ડીગ્રીનો વધારો થયો છે. ત્યારે મહાશિવરાત્રી પછી ઠંડી જશે અને લઘુત્તમ અને મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધશે. જ્યારે સવારે ઠંડી જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. તથા રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે.
મહત્તમ તાપમાનમાં 2 ડીગ્રીનો વધારો થતા ગરમી વધી
મહત્તમ તાપમાનમાં 2 ડીગ્રીનો વધારો થતા ગરમી વધી છે. મહુઆમાં સૌથી વધુ 34.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 11.9 ડિગ્રી નોંધાયુ છે. તેમજ અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.1 લઘુત્તમ તાપમાન 14.9 સાથે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 32.2 લઘુત્તમ તાપમાન 16.4 છે. તથા સુરતમાં મહત્તમ તાપમાન 32.8 લઘુત્તમ તાપમાન 17.8 અને રાજકોટમાં મહત્તમ તાપમાન 34.0 લઘુત્તમ તાપમાન 15.0 છે. તેમજ વડોદરામાં મહત્તમ તાપમાન 33.4 લઘુત્તમ તાપમાન 17.2 અને અમરેલીમાં મહત્તમ તાપમાન 34.0 લઘુત્તમ તાપમાન 16.6 છે. રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઉંચકાવવાની સંભાવના છે.
માર્ચ મહિનાની શરૂઆતથી વાતાવરણમાં અનેકવાર પલટો દેખાયો
રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતથી વાતાવરણમાં અનેકવાર પલટો દેખાયો છે. મોટા ભાગના વિસ્તારોમાં એક તરફ દિવસ દરમિયાન ગરમીનો પારો વિવિધ શહેરોમાં 30 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. તો બીજી તરફ વહેલી સવારે અને સાંજે-રાતે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. શિવરાત્રી પછી ઠંડી જતી રહેતી હોય છે. ત્યારે આ પરિસ્થિતિમાં ગુજરાતનું હવામાન આગામી સમયમાં કેવું રહેશે તે અંગેની આગાહી જણાવી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધશે તેવું જણાવ્યુ છે.