ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

ગુજરાત ચૂંટણી : પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણે દિયોદર બેઠક ઉપરથી ઉમેદવારી પત્ર ભર્યું

Text To Speech

પાલનપુર : દિયોદરમાં ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણ એ વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા અગાઉ યોજાયેલી જાહેર સભામાં ભાજપના નેતાઓએ જંગી બહુમતીથી જીતાડવાની હાકલ કરી હતી.

 

કેશાજી ચૌહાણ-humdekhengenews

દિયોદર બેઠક માટે ભાજપે પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણને ટિકિટ આપી છે. જેમણે આજે ઠાકોર છાત્રાલય ખાતે વિશાળ જાહેર સભા યોજી હતી. જેમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, ડીસાના વર્તમાન ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત ભાજપના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેશાજી ચૌહાણ-humdekhengenews

ભાજપ અગ્રણીઓએ દિયોદર બેઠક ભાજપને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ કર્યો હતો.જાહેર સભા બાદ કેશાજી ચૌહાણે નેતાઓ અને સમર્થકોની ઉપસ્થિતિમાં દિયોદર નાયબ કલેકટર કચેરી ખાતે જઇને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

આ પણ વાંચો : 60% વસ્તી, 80% અર્થતંત્ર, 75% વૈશ્વિક વેપાર, G-20 જુથનો વિશ્વમાં ડંકો

Back to top button