ગુજરાત ચૂંટણી: કોંગ્રેસે 37 ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી, શંકરસિંહ વાઘેલાના પુત્રને ટિકિટ મળી


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસે તેની અંતિમ યાદી જાહેર કરી છે. ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસની અંતિમ યાદીમાં 37 ઉમેદવારો છે. આ યાદીમાં શંકરસિંહ વાઘેલાના પુત્રને બાયડ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના પસંદગી પામેલા સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેસ પક્ષના સૌ ઉમેદવારો જંગી બહુમતી જીતી અને પૂર્ણ બહુમતીથી કોંગ્રેસની સરકાર બનાવો તેવી શુભેચ્છાઓ#કોંગ્રેસ_આવે_છે pic.twitter.com/cbjxbHTxzT
— Gujarat Congress (@INCGujarat) November 16, 2022
કોંગ્રેસ પ્રચાર માટે ઉતરશે મેદાનમાં
ગુજરાત હાલ ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. હાલ તમામ પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે હવે કોંગ્રેસે તેના સ્ટાર પ્રચારકોની અંતિમ યાદી જાહેર કરી છે. આમાં ખડગે, સોનિયા, રાહુલ, પ્રિયંકા, ગેહલોત, બઘેલ સહિત 40 મોટા અને મજબૂત નેતાઓના નામ સામેલ છે. હવે કોંગ્રેસ પણ ગુજરાતના મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં હવે કોંગ્રેસના દિગ્ગજો સભા ગજવશે.
આ પણ વાંચો : અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડનની પીએમ મોદીને સલામ કરતી તસવીર થઈ વાયરલ