ગુજરાત ચૂંટણી: મહિલાઓ માટે 1274 વિશેષ મતદાન મથકો, 3.42 લાખ નવા મતદારો અને 50% મતદાન મથકોનું થશે જીવંત પ્રસારણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા ગુરુવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન અનેક રીતે નવી વસ્તુઓ જોવા મળશે, જેમાં 182 દિવ્યાંગો માટે મતદાન મથકો હશે. આ સાથે, યુવા વોટર્સ માટે દરેક જિલ્લામાં એક બૂથ હશે, જ્યાં સૌથી યુવા પ્રિસાઇડિંગ ઓફિસર હશે. ગીરમાં માત્ર એક જ મતદાર માટે મતદાન મથક બનાવવામાં આવ્યું છે.
Gujarat Assembly elections to be held in two phases on December 1, 5; counting on December 8
Read @ANI Story | https://t.co/hXs9LoAIMd#Gujarat #AssemblyByPolls #Gujaratpolls #ECI #ChiefElectionCommissioner pic.twitter.com/RCUtBsBB8v
— ANI Digital (@ani_digital) November 3, 2022
50% મતદાન મથકોનું જીવંત પ્રસારણ
ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. હિમાચલ પ્રદેશ બાદ હવે ચૂંટણી પંચે પણ આજે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર કરી છે.
मुझे बताते हुए खुशी हो रही है कि गुजरात विधानसभा चुनाव में 3,24,422 नए मतदाता इस बार पहली बार मतदान करेंगे। कुल मतदान केंद्र की संख्या 51,782 है। राज्य में स्थापित मतदान स्थलों में से कम से कम 50% मतदान केंद्र पर वेबकास्टिंग की व्यवस्था होगी: मुख्य चुनाव आयुक्त राजीव कुमार,दिल्ली pic.twitter.com/oquTyVOIHZ
— ANI_HindiNews (@AHindinews) November 3, 2022
અગાઉ ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરતી વખતે મોરબી અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને સ્વજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું- મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 3 લાખ 24 હજાર 422 નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. મતદાન મથકોની કુલ સંખ્યા 51 હજાર 782 છે. રાજ્યમાં સ્થાપિત મતદાન મથકોમાંથી ઓછામાં ઓછા 50% પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા હશે.
For enhanced voting experience, 1274 polling stations will be completely managed by women & security staff. There will be 182 polling stations where one will be welcomed by PWD. For the 1st time, 33 polling stations will be set up &managed by youngest available polling staff: CEC pic.twitter.com/UZ0F2qfwOE
— ANI (@ANI) November 3, 2022
શહેરી વિસ્તારો પર વિશેષ ધ્યાન
ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે મતદાન વધે તે માટે ખાસ પ્રયાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ સમયે શહેરી વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેથી મતદાન વધારી શકાય. રાજીવ કુમારે કહ્યું કે અમે રેડ લાઈટ વિસ્તારોમાં પણ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સાથે અમે ત્રીજા લિંગને પણ મતદાર તરીકે ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે તેમનું પ્રતિનિધિત્વ કરવા સંકલ્પબદ્ધ છીએ.