ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

બીજા તબક્કાની 93 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ

Text To Speech

આજે વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાની 93 બેઠકોમાં ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે. જેમાં ઉમેદવારોની મોટી સંખ્યામાં ફોર્મ ભરવા જવાનું સંભાવના જોવામાં આવી રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અંતિમ સમય સુધી ઉમેદવારોના નામની જાહેર કરવામાં આવી હોવાથી આજે મોટી સંખ્યામાં લોકો ઉમેદવારી નોંધવવા માટે પહોંચશે.

બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. તમામ પાર્ટીના બાકી ઉમેદવારો આજે ફોર્મ ભરવા દોડશે. આપને જણાવી દઈએ કે, બીજા તબક્કા માટે અત્યાર સુધી 719 ફોર્મ ભરાયા છે. તો બીજી તરફ પ્રથમ તબક્કાના ફોર્મ પાછા ખેંચવાનો પણ આજે છેલ્લો દિવસ છે.

election-hum dekhenge news

દર વખતની જેમ આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો વરઘોડો ભેગો થઈ જશે. બંને પક્ષના ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. તેને લઈને એક જ કેમ્પસ પર સામસામે નારેબાજી સાંભળવા મળશે. શહેરના જાહેર માર્ગો પર પણ રાજકીય માહોલ જોવા મળશે. વાહનો રોડ પર જ્યાં ત્યાં પાર્ક થવાને લઈને પણ ટ્રાફિકની ઘેરી સમસ્યા સર્જાશે. જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારોના બેસવા માટે પ્રતિક્ષા ખંડથી લઈને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારી કરતા સમયે ઉમેદવારની સાથે માત્ર ચાર ટેકેદારો એટલેકે પાંચ જ લોકોને પ્રવેશવા દેવાશે.

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસ: વિધાનસભા ચૂંટણી માટે ‘નામ’ વગર ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચતા છેલ્લી યાદી જાહેર કરી

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 700 જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવશે. આશરે 70,000 સૈનિકો સામેલ થશે. જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને અન્ય CAPFની 150 થી વધુ કંપનીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ચૂંટણી પંચના નવતર અભિગમથી ‘ફર્સ્ટટાઈમ વૉટર‘ની સંખ્યામાં થયો વધારો

Back to top button