ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું અંતિમ ચિત્ર આવ્યું સામે, કુલ 1621 મુરતિયા મેદાનમાં

Text To Speech

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અંતિમ ચિત્ર પણ સામે આવવા લાગ્યું છે. પ્રથમ તબક્કાના ફોર્મ ચકાસણી અને ઉમેદવારોની યાદી ફાઈનલ થઈ ગયા બાદ બીજા તબક્કાની 93 બેઠકો માટે પણ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો નોંધાયા છે, જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો નોંધાયા છે.

election-humdekhengenews

બીજા તબક્કાની 93 બેઠકો માટે 21 નવેમ્બરે ઉમેદવારોએ ફોર્મ પાછુ ખેંચવાની અંતિમ તારીખ હતી. જેમાં બીજા તબક્કામાં 400થી વધુ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે. જેથી બંને તબક્કાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો હાલ મદાનમાં છે તેમ કહી શકાય.મહત્વનું છે કે, 1 ડિસેમ્બરે પ્રથમ અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે.

આ પણ વાંચો : અમિત શાહ પરથી મોટી ઘાત ટળી, પ્લેનમાં ટેકનીકલ ખામી સર્જાતા ભાજપમાં દોડધામ

અમદાવાદ વડોદરા સહિત ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ અહીં જોવા મળશે. છેલ્લા દિવસે દેહગામ બેઠક પર અને દેવગઢ બારિયા પર વિવાદ થતાં કોંગ્રેસ માટે બંને બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે.

જ્યારે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. એક તરફ ભાજપે પ્રચારમાં કેન્દ્રીય નેતાઓની ફોજ ઉતારી છે, તો બીજી તરફ કોંગ્રેસ અને AAP ના ટોચના નેતાઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણીના રણમેદાનમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રચારમાં ઉતર્યા છે.

આ પણ વાંચો : નવા જૂની થશે! ગાંધીનગર સર્કિટ હાઉસ જવાના બદલે PM મોદીનો કાફલો કમલમ્ પહોંચ્યો

Back to top button