ચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

ચૂંટણીમાં કોઈ કોઈનું કોઈ નહીં તે સાબિત થશે !

Text To Speech

વિધાનસભાની ચૂંટણી વચ્ચે તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારી મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે પરિવારમાં પણ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્રાઇબ્લ બ્લેટ પર સૌથી મજબૂત પકડ ધરાવતી ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં પિતા અને પુત્ર સામ સામે આવી ગયા છે ત્યારે છોટુ વસાવા સોમવારે નામાંકન ભરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો : ભાજપની 32 બેઠકો પર વિવાદ, નેતાઓને મનાવવા કેન્દ્રીય પ્રધાનો અને પૂર્વ પ્રધાનોને સોંપાઈ જવાબદારી

ચૂંટણી પહેલા રોજ અવનવા ખેલ જોવા મળી રહ્યા છે. તેમાંય પરિવારવાદ એટલી હદે સામે આવ્યો છે કે બીટીપીના સુપ્રિમો છોટુ વસાવાએ પાર્ટીનું જેડીયુ સાથેના ગઠબંધનની જાહેરાત કરી હતી. જો કે આ જાહેરાત બાદ છોટુભાઇ વસાવાના પુત્ર અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે અન્ય પક્ષ સાથે જોડાણની વાતો નકારી કાઢી હતી. જે બાદ પાર્ટીમાં ચાલતો પરિવારવાદ ખુલ્લો પડ્યો હતો.

આ ઉપરાંત છોટુભાઇ વસાવાની સીટ પરથી પુત્ર મહેશ છોટુભાઇ વસાવાને ઉમેદવારી કરવા માટે પસંદ કર્યા હોવાની યાદી જાહેર કરી હતી. જે અંગે છોટુભાઇ વસાવાએ કંઇ કહેવાનું ટાળ્યું હતું. પણ છોટુભાઇ વસાવાએ ટ્વીટ કરીને આવતી કાલે ઝગડીયા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા જવાની જાહેરાત કરી છે. હવે તેઓ અપક્ષ ફોર્મ ભરવા જઇ રહ્યા છે કે બીટીપીમાંથી આ અંગે તેઓએ કોઇ ખુલાસો કર્યો નથી.

આ મામલે હવે પિતા પુત્ર સામસામે આવી ગયા છે તે વાત નક્કી છે. હવે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. સોમવારે નામાંકન ભરતી વેળાએ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Back to top button