ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

મેટ્રો શહેરોમાં ઓછા મતદાન સાથે EVM માં બંધ ગુજરાતની જનાતનો મત, જિલ્લાવાર આંકડા

આખરે મતદાનનો સમય સમાપ્ત થયો છે. જેની સાથે જ લોકોનો મત ઈવીએમમાં કેદ થયા છે. હવે 8 તારીખના પરિણામ સાથે તમામ ઉમેદવારોનું ભાવિ સામે આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 2,51,58,730 મતદારો 833 ઉમેદવારોનું ભાવી નક્કી કર્યું. જેમાં વાત કરવામાં આવે તો આ વખતની ચૂંટણીમાં 74 જનરલ, 06 અનુસુચિત જાતિ, 13 અનુસુચિત જનજાતિના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

Live Update : 

ચૂંટણી પંચના પ્રારંભિક આંકડા અનુસાર, સાંજે  5 વાગ્યા સુધીમાં બીજા તબક્કાનું 58.80 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સાબરકાંઠામાં સૌથી વધુ 65.84 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછુંં મતદાન અમદાવાદમાં 53.57 ટકા નોંધાયું છે.

  • અમદાવાદ 53.57
  • આણંદ 59.04
  • અરવલ્લી 60.18
  • બનાસકાંઠા 65.65
  • છોટા ઉદેપુર 62.04
  • દાહોદ 55.80
  • ગાંધીનગર 59.14
  • ખેડા 62.65
  • મહેસાણા 61.01
  • મહીસાગર 54.26
  • પંચમહાલ 62.03
  • પાટણ 57.28
  • સાબરકાંઠા 65.84
  • વડોદરા 58.00

એકઝિટ પોલ પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવી દીધો છે, 6.30 વાગ્યા સુધી શરૂ ન કરવા માટે પણ ફરમાન કર્યું છે.

પ્રચાર માધ્યમો માટે ‘Exit poll’ સંદર્ભે ચૂંટણી પંચે ફરી એકવાર કરી મહત્વની જાહેરાત

બપોરે 3 વાગ્યા સુધીમાં બીજા તબક્કામાં 50.51 ટકા મતદાન થયું છે. જેમાં સાબરકાંઠામાં સૌથી વધુ 57.23 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછુંં મતદાન અમદાવાદમાં 44.67 ટકા નોંધાયું છે. શહેરી વિસ્તારમાં મતદાન કરવામાં ભારે નિરસતા જોવા મળી રહી છે.

  • અમદાવાદ 44.67
  • આણંદ 53.75
  • અરવલ્લી 54.19
  • બનાસકાંઠા 55.52
  • છોટા ઉદેપુર 54.40
  • દાહોદ 46.17
  • ગાંધીનગર 52.05
  • ખેડા 53.94
  • મહેસાણા 51.33
  • મહીસાગર 48.54
  • પંચમહાલ 53.84
  • પાટણ 50.97
  • સાબરકાંઠા 57.23
  • વડોદરા 49.69

પ્રારંભિક 1 વાગ્યા સુધીમાં 34.74 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયુ, સાબરકાંઠામાં સૌથી વધુ 39.73 મતદાન જ્યારે મહીસાગરમાં સૌથી ઓછું 29.72 ટકા મતદાન થયું

  • અમદાવાદ 30.82
  • આણંદ 37.06
  • અરવલ્લી 37.12
  • બનાસકાંઠા 37.48
  • છોટા ઉદેપુર 38.18
  • દાહોદ 34.46
  • ગાંધીનગર 36.49
  • ખેડા 36.03
  • મહેસાણા 35.35
  • મહીસાગર 29.72
  • પંચમહાલ 37.09
  • પાટણ 34.74
  • સાબરકાંઠા 39.73
  • વડોદરા 34.07

વડાપ્રધાન મોદીના માતાએ હીરાબાએ રાયસણ ગામની સ્કુલમાંથી મતદાન કર્યું. નરેન્દ્ર મોદીના નાના ભાઇ પંકજ મોદીના પરિવાર સાથે હીરાબા મતદાન કરવા માટે પહોંચ્યા હતા

શીલજ ગામમાં મતદાન પછી કાર્યકર્તાઓ સાથે હળવા મૂડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, ચાની ચુસ્કી લીધી

સવારે 11 વાગ્યા સુધીના મતદાન આંકડા (ECI તરફથી) જાહેર

પ્રારંભિક 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયુ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ 23.35 મતદાન જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 16.95 ટકા મતદાન થયું

  • અમદાવાદ 16.95
  • આણંદ 20.38
  • અરવલ્લી 20.83
  • બનાસકાંઠા 21.03
  • છોટા ઉદેપુર 23.35
  • દાહોદ 17.83
  • ગાંધીનગર 20.39
  • ખેડા 19.63
  • મહેસાણા 20.66
  • મહીસાગર 17.06
  • પંચમહાલ 18.74
  • પાટણ 18.18
  • સાબરકાંઠા 22.18
  • વડોદરા 18.77

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે નારણપુરા કામેશ્વર હોલ ખાતે મતદાન કરવા આવી પહોંચ્યા અને લોકશાહીના પર્વના ભાગીદાર બન્યા

એક તરફ મતદારોમાં ઉત્સાહ તો બીજી તરફ રાજ્યમાં 3 જગ્યાએ ખોટકાયું EVM તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા

Former Chief Minister Anandiben Patel
આનંદી પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા

અમદાવાદની વિરમગામ બેઠક પરથી ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલ પણ મતદાન કરવા માટે પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદવાદ ખાતે મતદાન કર્યું

પ્રારંભિક પહેલાં કલાકમાં 4.63 ટકા જેટલું મતદાન નોંધાયુ, ગાંધીનગરમાં સૌથી વધુ 7.05 મતદાન જ્યારે દાહોદમાં સૌથી ઓછું 3.37 ટકા મતદાન થયું

  • અમદાવાદ 4.20
  • આણંદ 4.92
  • અરવલ્લી 4.99
  • બનાસકાંઠા 5.36
  • છોટા ઉદેપુર 4.54
  • દાહોદ 3.37
  • ગાંધીનગર 7.05
  • ખેડા 4.50
  • મહેસાણા 5.44
  • મહીસાગર 3.76
  • પંચમહાલ 4.06
  • પાટણ 4.33
  • સાબરકાંઠા 5.26
  • વડોદરા 4.15

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન મથકે પહોંચ્યા, મોટી સંખ્યામાં લોકો હાજર

ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં કર્યું મતદાન

બનાસકાંઠા :દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પર રાત્રે હુમલો, જીવ બચાવવા જંગલમાં દોડ્યા

વડાપ્રધાન મોદી પણ મતદાન કરવા માટે રાજભવનથી નીકળ્યા 

રાજ્યભરમાં મતદાન શરૂ, મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા મતદાન મથકે

  • પાલનપુરમાં ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકરે કર્યુ મતદાન
  • થરાદ ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરીએ કર્યુ મતદાન
  • મોડાસાના ભાજપ ઉમેદવાર ભીખુસિંહ પરમારે કર્યુ મતદાન
  • મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ કર્યુ મતદાન
  • અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ મતદાન કર્યુ

હાર્દિક પટેલે લોકોને મતદાન કરવા અપીલ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી

ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતની જનતાને મતદાન કરવા માટે અપીલ કરી

આ પણ વાંચો : બીજા તબક્કામાં કઈ બેઠક પરથી કોણ છે ઉમેદવાર ? ઉમેદવારોની સંપૂર્ણ યાદી

આ વખતે યુવાનોની વાત કરવામાં આવે તો 18 થી 19 વર્ષના 5,96,328 મતદારો છે. તેમજ આ વખતે 2,51,58,730 મતદારોમાં 1,29,26,501 પુરૂષ મતદારો, અને 1,22,31,335 મહિલા મતદારો અને 894 ત્રીજી જાતિના મતદારો મત આપવાના છે.

ક્યા જિલ્લામાં અને કઈ બેઠકો પર થશે મતદાન

  • બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
  • પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
  • મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
  • સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
  • અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
  • ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
  • અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
  • આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
  • ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
  • મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
  • પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ : શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
  • દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
  • વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
  • છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)

આ પણ વાંચો : 93 બેઠકોમાંથી હાઈપ્રોફાઈલ અને અટપટી બેઠક વિષે જાણો

Back to top button