ગુજરાતચૂંટણી 2022

વડાપ્રધાનનો કટાક્ષ, જેમને પદ પરથી હટાવ્યા તેઓ આજે યાત્રા કરી રહ્યા છે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગરના દૂધરેજમાં ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં ફરી એક વખત વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને રાજ્યના વિકાસની વાતો લોકો સામે રજુ કરી હતી. સંબોધનની શરૂઆતમાં જ મોદીએ કહ્યું કે, ધોરીધજા ડેમ ભરવાનો હતો ત્યારે હું સુરેન્દ્રનગર આવ્યો હતો. અમે ફક્ત સપના જ નથી જોતા, સપનાનો સંકલ્પ લઇને સિદ્ધિ મેળવીએ છીએ. 24 કલાક વીજળી ન મળે તેવુ વિધાનસભામાં કોગ્રેસના ધારાસભ્યો બોલ્યા હતા.

ગુજરતામાં દૂધની ઉત્પાદન અંગે અને વીજળી ઉત્પાદન અંગે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અઘરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે. 10 વર્ષ અગાઉ ગુજરાતમાં 24 કલાક વીજળી પહોંચી ગઇ છે. ડેરી સેક્ટરમાં સુરેન્દ્રનગર જિલ્લાએ મોટો પ્રભાવ ઉભો કર્યો છે. 24 કલાક વિજળીથી દૂધને સાચવવામાં અને દૂધની ક્વોલિટી સારી થઇ છે. આજે ગુજરાતમાં લગભગ પોણા બસો લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન થાય છે. સુરસાગર ડેરી તો સુખસાગર ડેરી થઇ ગઇ છે.

આ પણ વાંચો : ‘આ ચૂંટણી 5 માટે નહીં, પરંતુ આગામી 25 વર્ષ માટે છે’, PM મોદીનો બોટાદમાં હુંકાર

ફરી એકવાર સૌરાષ્ટ્રમાં નર્મદા યોજના અંગે વાત કરતાં કહ્યું કે, નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. નામ લીધા વિના વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જેમને પદ પરથી જનતાએ હટાવ્યા તેઓ આજે યાત્રા કરી રહ્યા છે. નર્મદા વિરોધીઓને સજા કરવા માટે આ ચૂંટણી બનવી જોઇએ. નર્મદા વિરોધીઓની સાથે યાત્રા કરી રહ્યા છે. ઝાલાવાડની ધરતી પર તપસ્વી સંતોના આશીર્વાદ મળ્યા છે. સંતોએ મને ભવ્ય વિજયની શુભકામના આપી છે. સુરેન્દ્રનગરની જનતાએ ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી લીધું છે. આ ચૂંટણી અમે નહી, ગુજરાતની જનતા લડી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે સેવક અને સેવાદારની કોઇ ઔકાત નથી. વાર-તહેવારે થતા અપમાન હું ગળી જાવ છું. મારે 130 કરોડ લોકોનું ભલું કરવું છે એટલે અપમાન ગળી જાઉં છું. માતા-બહેનોના આશીર્વાદ તો મારી મૂડી છે. એક જમાનામાં યુરિયા પાછળના દરવાજેથી બારોબાર વેચાઇ જતું હતું. યુદ્ધને લીધે યુરિયાની એક થેલી બે હજારમાં લાવીએ છીએ પણ ખેડૂતને યુરિયાની એક થેલી 270મા આપીએ છીએ. નેનો યુરિયા લાવીને ખેડૂતોના ખર્ચાને ઘટાડવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો : નવા જૂની થશે! ગાંધીનગર સર્કિટ હાઉસ જવાના બદલે PM મોદીનો કાફલો કમલમ્ પહોંચ્યો

Back to top button