ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત ચૂંટણી: કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ખડગે-સોનિયા-રાહુલ-પ્રિયંકા-ગેહલોત સહિત 40 નેતાઓના નામ

Text To Speech

ગુજરાત હાલ ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. હાલ તમામ પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે હવે કોંગ્રેસે તેના સ્ટાર પ્રચારકોની અંતિમ યાદી જાહેર કરી છે. આમાં ખડગે, સોનિયા, રાહુલ, પ્રિયંકા, ગેહલોત, બઘેલ સહિત 40 મોટા અને મજબૂત નેતાઓના નામ સામેલ છે. હવે કોંગ્રેસ પણ ગુજરાતના મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં હવે કોંગ્રેસના દિગ્ગજો સભા ગજવશે.

તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે.

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 5મી નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

આ પણ વાંચો : MS ધોનીને ભારતની T20 ટીમમાં મળી શકે છે મોટી ભૂમિકા, BCCIએ તૈયાર કર્યો પ્લાન

 

Back to top button