વિધાનસભા ચૂંટણી માટે BTP ની યાદી જાહેર પણ સુપ્રીમો ‘છોટુ વસાવા’નું જ નામ નહીં
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતોનું મહત્વ ધરાવતાં આદિવાસીઓનું રહેલું છે. તમામ રાજકીય પક્ષ તેના માટે પ્રયત્ન કરતું હોય છે. આ વચ્ચે આદિવસી સમાજ માટે મોટું નામ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે પણ સૌથી મોટી ચોંકવાનરી વાત એ છેકે તેમાં છોટુ વસાવાના નામની જાહેરાત કરાઇ નથી.
આદિવાસી બેલ્ટ પર સૌથી મોટું નામ ધરાવતાં છોટુ વસાવાની ચૂંટણી ન લડાવાની જાહેરાતથી ઘણાં તર્કવિતર્ક સામે આવી રહ્યા છે. જો કે તેમણે નાદુરસ્ત તબિયતને લઇ છોટુ વસાવા ચૂંટણી લડશે નહીં તેવી વાત જણાવી છે. જો કે નોંધનીય છે કે, ઝઘડિયા બેઠક પરથી કોઇ નામ જાહેર કરાયું નથી. તેમજ ઝઘડિયા બેઠક પરથી મહેશ વસાવા ચૂંટણી લડી શકે છે.
આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી : ઉમેદવારી માટેની ઉંમર મર્યાદા અંગે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે કરી મહત્વની વાત
12 ઉમેદવારોની યાદી જાહેર
BTPએ જાહેર કરેલી યાદીમાં 12 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. તેમાં ભીલોડામાં ડૉ.માર્ક કટારા, ઝાલોદમાં મનસુખ કટારા, દાહોદમાં મેડા દેવેન્દ્રભાઈ, સંખેડામાં ફરતન રાઠવા, કરજણમાં ઘનશ્યામ વસાવા, નાંદોદમાં મહેશ વસાવા, જંબુસરમાં મણીલાલ પંડ્યા તથા ઓલપાડમાં વિજય વસાવા તથા વ્યારામાં સુનિલ ગામિત, નિઝરમાં સમીર નાઈક તથા ડાંગમાં નિલેશ ઝાંબરે તેમજ ધરમપુરમાં સુરેશ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
તમામ રાજકીય પક્ષોની નજર આદિવાસીઓના મત પર
આદિવાસી બેલ્ટ પર કેજરીવાલ ભાજપ અને બીટીપીના મતદારોમાં પોતાનો દબદબો બનાવવા અને કોઈપણ રીતે શક્ય હોય તે રીતે તેમને ડાયવર્ટ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. 2019ની વિધાનસભાની ચૂંટણીમાં BTPના વસાવા મહેશભાઈ છોટુભાઈને 83,026 મત મળ્યા હતા જ્યારે ભાજપના વસાવા મોતીલાલ પુનિયાભાઈ 61,275 મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા.