ગુજરાતચૂંટણી 2022વિશેષ

Gujarat Election : 1975, 1995ની ચૂંટણીમાં સૌથી વધુ 16 અપક્ષ જીત્યા હતા

Text To Speech

ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોને મળતાં મત અનેક પક્ષનું ‘ગણિત’ બગાડતું હોય છે. ૧૯૬૨થી ૨૦૧૭ દરમિયાન ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછો એક અપક્ષ ઉમેદવાર તો જીતતો જ આવ્યો છે. જેમાં ૧૯૭૫ અને ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ ૧૬ અપક્ષ ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો.

૧૯૬૨માં સૌપ્રથમ ચૂંટણી, ૧૩૧ અપક્ષ ઉમેદવારોએ ઝુકાવ્યું હતું

ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી ૧૯૬૨માં યોજાઇ હતી. જેમાં ૧૩૧ અપક્ષ ઉમેદવારોએ ઝુકાવ્યું હતું અને તેમાંથી ૭ના વિજય થયા હતા જ્યારે તેમને મળેલા મતની સરેરાશ ૧૨ ટકા હતી. ૧૯૬૭માં ૨૨૭માંથી પાંચ અપક્ષ , ૧૯૭૨માં ૩૩૭માંથી ૮ ઉમેદવારોનો વિજય થયો હતો. ૧૯૭૫માં અપક્ષ ઉમેદવારોની સંખ્યા વધીને ૧૬ થઇ ગઇ હતી. એ વખતે કુલ ૩૬૬ અપક્ષ ઉમેદવારોને ૧૧.૫૮ ટકા મત મળ્યા હતા. ૧૯૮૦માં ૪૩૬માંથી ૧૦, ૧૯૮૫માં ૫૧૫માંથી ૮, ૧૯૯૦માં ૯૮૦માંથી ૧૧ અપક્ષ ઉમેદવારોની જીત થઇ હતી.

૧૯૯૫માં રેકોર્ડ ૧૬૧૭ ચૂંટણીના જંગમાં ઉતર્યા, ૧૫૫૨ એ ડિપોઝીટ ગુમાવી

૧૯૯૫માં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો હતો અને રેકોર્ડ ૧૬૧૭ ચૂંટણીના જંગમાં મેદાનમાં ઉતર્યા હતા. આ પૈકી ૧૬ ઉમેદવારોનો વિજય થયો હતો અને ૧૫૫૨ને ડિપોઝીટ ગુમાવવી પડી હતી. અપક્ષ ઉમેદવારોને મળેલા મતની સરેરાશ ૧૮.૭૧ ટકા હતી. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર એક અપક્ષ ઉમેદવારે વિજય મેળવ્યો હતો. ૨૦૧૭માં વિજય મેળવનારા અપક્ષ ઉમેદવારોની સંખ્યા વધીને ૩ થઇ હતી.

વિધાનસભાની કઇ ચૂંટણીમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારના વિજય?

વર્ષ અપક્ષ વિજય

૧૯૭૫ ૩૬૬ ૧૬

૧૯૯૫ ૧૬૧૭ ૧૬

૧૯૯૦ ૯૮૦ ૧૧

૧૯૮૦ ૪૩૬ ૧૦

૧૯૭૨ ૩૩૭ ૦૮

૧૯૮૫ ૫૧૫ ૦૮

૧૯૬૨ ૧૩૧ ૦૭

 

Back to top button