તમામ Exit Poll પર ભાજપને જ બહુમત, જાણો શું છે આંકડાની મયાજાળ
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો અંત આવ્યો છે ત્યારે સૌ કોઈની નજર 8 ડિસેમ્બરના પરિણામ પર રહેલી છે. આ વચ્ચે 5 તારીખે મતદાન પૂર્ણ થતા બંને તબક્કામાં રાજ્યમાં એવરેજ 60 થી 62 ટકા મતદાન જોવા મળ્યું છે.
આ પણ વાંચો : મેટ્રો શહેરોમાં ઓછા મતદાન સાથે EVM માં બંધ ગુજરાતની જનાતનો મત, જિલ્લાવાર આંકડા
TV9 દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભાજપની સરકાર બની રહી છે. ગુજરાતમાં ભાજપને 125 થી 130 સીટો મળી રહી છે. તો કોંગ્રેસનો સર્વે 40-50 અને AAP ને 03-05 સીટો જ મળી હતી. જ્યારે અન્યને 03-07 સીટો મળી રહી છે. આ સમગ્ર ન્યૂઝ ચેનલ્સના સર્વે જ હોય છે તે નક્કર પરિણામ દર્શાવતા નથી પરંતુ પરિણામનો એક અંદાજ માત્ર હોય છે.
આ પણ વાંચો : ઉત્તર ગુજરાતના નાના ગામડાઓમાં જોવા મળ્યું બમ્પર મતદાન, જાણો જિલ્લાવાર આંકડા
સી વોટર ઓપિનિયન પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182 માંથી ભાજપને 134 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 37 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 7 સીટો મળવાનો અંદાજ છે.
આ પણ વાંચો : મધ્ય ગુજરાતમાં શહેરોની પ્રજાએ મત આપવામાં પણ નિરસતા દેખાડી, જાણો શું રહી સ્થિતિ
બીજા તબક્કામાં જ્યાં અંદાજીત 58.80 ટકાથી વધુ મતદાન નોંધાયું છે ત્યારે આ તબક્કાની 93 બેઠકો પર 833 મતદારોના ભાવી પર ફેંસલો થયો છે. આ તબક્કાનું મતદાન આજે સોમવારે 5 ડિસેમ્બરે યોજાયું હતું. જેના પૂર્ણ થયા પછી હાલના તબક્કે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં નોંધાયું છે અને સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં નોંધાયું છે. અનુક્રમે અંદાજીત 53.57 ટકા અને 65.65 હોવાનું પ્રારંભીક ધોરણે સામે આવી રહ્યું છે જોકે સત્તાવાર આંકડા સામે આવતા તેમાં મહદ અંશે ફેરફાર જોવા મળી શકે છે.