ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
ભાજપે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જાણો કોના નામની થઈ પસંદગી


રાજયમાં વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેના અંગે પહેલી યાદી જાહેર થઈ ત્યારથી જ અટકળો ચાલી રહી હતી. જેમાં છ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 6માંથી 2 મહિલા ઉમેદવારો છે.
ગુજરાત ભાજપે જાહેર કરેલા નામ
- ધોરાજી – મહેન્દ્રભાઈ પાડલીયા
- ખંભાળિયા- મુળુ બેરા
- કુતિયાણા- ઢેલીબેન માધાભાઈ ઓડેદરા
- ભાવનગર પૂર્વ- સેજલ રાજીવકુમાર પંડ્યા
- ચોર્યાસી- સંદીપ દેસાઈ.
- દેડિયાપાડા (ST)- હિતેશ દેવજી વસાવા
ભાજપે ખંભાળિયા બેઠક પર મૂળુ બેરાને ટિકિટ આપી છે, ધોરાજી બેઠક પર મહેન્દ્ર પાડલિયા, ભાવનગર પૂર્વ બેઠક પર સેજલ પંડ્યા, દેડિયાપાડા બેઠક પર હિતેશ વસાવા અને સુરતની ચોર્યાસી બેઠક પર સંદીપ દેસાઇને ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો : ભાજપના ક્યા ઉમેદવાર ક્યાંથી લડશે ચૂંટણી, જુઓ આખું લિસ્ટ
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી અત્યાર સુધી 166 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. 16 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.