ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

Gujarat Election : ભાજપે નિરીક્ષકોની યાદી કરી જાહેર, ઉમેદવારોની પસંદગીને લઈને હવે..

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. તમામ પાર્ટીઓ મેદાનમા ઉતર ગઈ છે અને એડીચોડીનું જોર લગાવી રહી છે. ત્યારે હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ ભાજપના નિરીક્ષકોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર, મધ્ય ઝોન અને ઉત્તર ઝોન દીઠ નિરીક્ષકો જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોને લઈને પણ મંથન ચાલી રહ્યું છે. ત્યારે હવે નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે.

તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાતમાં શાનદાર જીત થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથે જ નવા વર્ષ પર તમામને શુભેચ્છા પાઠવી અને વિધાનસભાની ચૂંટણીને લઈ કહ્યું કે જનતા ભાજપની સાથે છે. આ વખતની ચૂંટણી ભાજપની રેકોર્ડ બ્રેક જીત થશે.

આ પણ વાંચો : ગુજરાતને 100% હર ઘર જલ રાજ્ય જાહેર કરવામાં આવ્યું, હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી જાણકારી

Back to top button