વિધાનસભા ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડ : ભાજપ 112, કોંગ્રેસ 37 અને આપ 3 પર આગળ
જેની સૌ કોઈ ગુજરાતી આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું એ દિવસ આવી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. ત્યારે 182 બેઠકો પર 1621 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. ચૂંટણીપંચ દ્વારા પરિણામને લઈને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. થોડાં જ સમયમાં રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરુ થશે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે. ત્યાર બાદ સાડા આઠ વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે EVMના મતોની ગણતરી શરૂ થશે.
Live Update: ઉત્તર ગુજરાતમાં શું છે પરિણામ
LIVE UPDATES : મધ્ય ગુજરાતની બેઠકોનું લાઇવ પરિણામ, જાણો કોણ મારશે બાજી
LIVE UPDATE : દક્ષિણ ગુજરાતના પરિણામની અપડેટ
Live Update : આજે કચ્છ-સૌરાષ્ટ્રમાં કોની થશે જીત, જાણો સમગ્ર વિગતો
Live તમામ અપડેટ :
8.46 : 182 બેઠકોના ટ્રેન્ડમાં ભાજપ 112, કોંગ્રેસ 37 અને આપ 3 પર આગળ
હાર્દિક પટેલ પાછળ વિરમગામ બેઠક પરથી
અલ્પેશ ઠાકોર પણ પાછળ ચાલી રહ્યા છે
8: 25 AM: વરાછાથી આપના અલ્પેશ કથીરિયા પાછળ
ગૃહમંત્રી હર્ષ સંઘવી આગળ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આગળ
જિજ્ઞેશ મેવાણી પણ વાવ બેઠકથી આગળ
8.11 AM : કચ્છની અંજાર બેઠક પર ભાજપના ત્રિકમ છાંગા આગળ
વડોદરા શહેર બેઠક પરથી ભાજપના મનિષા વકીલ આગળ
વલસાડની પારડી બેઠક પરથી ભાજપના કનુ દેસાઇ આગળ
ભાવનગર ગ્રામ્યમાંથી પરસોત્તમ સોલંકી આગળ ચાલી રહ્યા છે
સુરત ઉત્તર બેઠક પરથી કાંતિ બલ્લર આગળ
આ પણ વાંચો : જાણો કેવી રીતે મીનીટોમાં ઉમેદવારના ભાવિનો ફેસલો કરી દે છે EVM
ગુજરાત વિધાનસભામાં સરકાર બનાવવા 92 બેઠકોની જરૂર : ગુજરાતમાં સરકાર બનાવવા માટે 92 સીટોની જરૂર હોય છે. રાજ્યમાં વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જ્યારે 2 બેઠકો BTPને અને 3 અપક્ષને મળી હતી. રાજ્યમાં 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. આ વખતે પણ પીએમ મોદી અને અમિત શાહે રેકોર્ડ બનાવવા મતદારોને રિઝવવા માટે ચૂંટણીમાં તમામ પ્રયાસો લગાવી દીધા હતા.
રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : રાજ્યમાં પહેલી વખત 37 કેન્દ્રો પરથી મતગણતરીનું થશે લાઈવ વેબકાસ્ટિંગ
ઉલ્લેખનીય છે કે, મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે.
37 મતગણતરી કેન્દ્રો પર મતની ગણતરી કરાશે
તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ મતગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી તેને આખરી ઓપ આપતાં જણાવ્યું કે, રાજ્યના 33 જિલ્લામાં 37 મતગણતરી મથકોએ તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો પણ રહશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકીય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.