ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

‘પરિણામમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં દેખાશે પણ નહીં’

Text To Speech

ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ જોરશોરથી પ્રચારની કામગીરી કરી રહ્યા છે. આ વચ્ચે અમિત શાહે વિરોધી એવા કોંગ્રેસ અને આપ પર પ્રહાર કરવામાં સહેજ પણ કસર છોડી નથી.

આ પણ વાંચો : અમદાવાદમાં PM મોદીનો પ્રચંડ પ્રચાર, આલતીકાલે 30 કિમી લાંબો રોડ શો યોજશે

એક ઇન્ટરવ્યુ દરમિયાન શાહે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સરકાર બનાવશે તે વાત નક્કી છે. આ ઉપરાંત આપ અંગે તેમણે કહ્યું કે, આપ ગુજરાતના લોકોના મનમાં ક્યાંય નથી. ચૂંટણી પરિણામોની રાહ જુઓ, કદાચ સફળ ઉમેદવારોની યાદીમાં આપના ઉમેદવારોના નામ નહીં આવે.

આ સાથે જ શાહે કોંગ્રેસ અંગે પણ કહ્યું કે, કોંગ્રેસ હજુ પણ મુખ્ય વિરોધ પક્ષ છે, પરંતુ તે રાષ્ટ્રીય સ્તરે સંકટમાંથી પસાર થઈ રહી છે અને તેની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. તેમજ ચૂંટણીમાં દરેક પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે, પરંતુ તે લોકો પર નિર્ભર કરે છે કે તેઓ પાર્ટીને સ્વીકારે છે કે નહીં.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ તમામ ભાજપના વરિષ્ઠ નેતાઓ આપને કોઈ વિકલ્પ ગણી રહ્યા નથી. સાથે જ ગુજરાતમાં ભાજપની મુખ્ય હરીફ કોંગ્રેસ રહી છે, જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આપએ મોદીના ગૃહ રાજ્યમાં આક્રમક ઝુંબેશ શરૂ કરી છે.

Back to top button