રાજ્યમાં ચૂંટણી જાહેરાતમાં થઈ શકે છે વિલંબ, શું છે મુખ્ય કારણ ?
રાજ્યમાં એક તરફ મોરબીની ઘટનાથી સૌ કોઈ શોકમાં છે ત્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ નજીક હોવાની વાતથી પણ દરેક લોકો જાણકાર છે. આ વચ્ચે આજે એટલે કે 1 નવેમ્બરના ચૂંટણી જાહેરાત થવાની સંભાવના હતી પરંતુ એક માહિતી અનુસાર હવે કેન્દ્રીય ચૂંટણી પંચ આ જાહેરાત બે થી ત્રણ દિવસ મોડી કરે તેવી સંભાવના છે.
હાલની રાજ્યની સ્થિતિ અને રાજ્યનું વહીવટી તંત્ર હોનારત સંદર્ભેની કાર્યવાહીમાં વ્યસ્ત હોવાથી તેમાં વિક્ષેપ ન પડે તે હેતુથી આ જાહેરાત મોડી શઇ શકે છે. તેમજ રાહત અને બચાવનું કામ ઝડપથી ચાલી રહ્યું છે તેને જોતાં તાત્કાલિક કોઈ પણ કાર્ય અટકી ન જાય તેના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે જોતાં ચૂંટણીના કારણે આચરસંહિતા લાગુ પડવાના કારણે કામમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : મોરબીમાં હોનારત પાછળ એક સ્ત્રીનો શ્રાપ !
આ તરફ રાજ્યમાં 2જી નવેમ્બરના રાજ્ય સરકાર તરફથી રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી છે અને તેને સંલગ્ન રાજ્યમાં ઠેર-ઠેર પ્રાર્થના સભાઓનું રાજ્ય સરકાર અને ભાજપનું સંગઠન આયોજન કરશે. અગાઉ 2017માં બનાસકાંઠામાં આવેલા પૂરમાં રાહત કાર્ય ચાલુ હતું જે સમયે ગુજરાત સરકારની વિનંતીને ધ્યાને રાખીને ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત લંબાવી હતી.
આ પણ વાંચો : ગુજરાતના સૌથી એજ્યુકેટેડ પૂર્વ ધારાસભ્ય નવા – જૂની કરવાના મૂડમાં ! જાણો કોની છે વાત
તમામ પાસાંઓને જોતાં ચૂંટણીની જાહેરાતમાં મોડું થઈ શકે છે. આ તરફ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો મોરબી પહોંચી રહ્યા છે અને ત્યાં લોકોની સાથે મુલાકાત લઈ રહ્યા છે. આ વચ્ચે ચૂંટણીનો માહોલ ફરી એકવાર તેજ બને તો નવાઈ નહીં.