ચૂંટણી પહેલાં AAP નું હવાલા ‘નેટવર્ક’ પકડાયું, હર્ષ સંઘવીએ કર્યો મોટો દાવો
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે થોડા દિવસ પહેલાં પોલીસે રાજ્યના બહારના આશરે 30 લોકોનું હવાલા નેટવર્કને પકડી પાડ્યું છે. આ લોકોનો આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી માટે હવાલા દ્વારા પૈસા વહેંચવા માટે ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જે પછી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષી આમ આદમી પાર્ટી પર વિધાનસભા ચૂંટણી માટે કાળા નાણાંનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો : કોંગ્રેસ અને ભાજપ માટે મોટી ચિંતા, પાટીદાર નેતા અલ્પેશ અને ધાર્મિક હવે કેજરીવાલની સાથે
આપનું નેટવર્ક ખુલ્લુ પડ્યું
હર્ષ સંઘવીએ દાવો કર્યો છે કે AAP દ્વારા દિલ્હી, પંજાબથી હવાલા અને આંગડિયા મારફતે કાળું નાણું ગુજરાતમાં મોકલવામાં આવ્યું હતું. આપ ના બારડોલી વિધાનસભા ક્ષેત્રના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી દ્વારા સુરત ગ્રામીણ પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં આ ખુલાસો થયો છે. સોલંકીએ પોલીસને એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિની ઓળખ ડ્રાઇવરના રૂપે થઈ છે એ વાસ્તવમાં રાજ્યના બહારના આપ પાર્ટીના કાર્યકર્તા હતો.
Black money sent by AAP to Gujarat through Hawala & 'Angadia' from Delhi, Punjab and other means. This money has been caught in Bardoli, Ahmedabad and other places. Their (AAP) Bardoli candidate has accepted that this money has come from Delhi AAP's office: Gujarat Home Minister pic.twitter.com/7162GjIBmq
— ANI (@ANI) October 29, 2022
રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો સિલસિલો તેજ બન્યો છે. આ મામલે સિંઘવીએ જણાવ્યું કે આ નાણા બારડોલી, અમદાવાદ અને અન્ય સ્થળોએ પકડાયા છે. તેમણે કહ્યું છે કે બારડોલીના AAPના ઉમેદવારે સ્વીકાર્યું છે કે આ પૈસા AAPની દિલ્હી ઓફિસમાંથી આવ્યા છે.
આ પણ વાંચો : Exclusive: વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ખેલ પડ્યો, AAP ગુજરાતમાં ભંગાણની શરૂઆત
ગૃહ રાજ્યમંત્રી જણાવ્યું હતું કે આંગડિયા મારફત રોકડા મોકલવામાં આવ્યા હતા. આ પૈસા ક્યાંથી આવ્યા? AAP નેતાઓને આ પ્રશ્ન પૂછવો જોઈએ. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. આંગડિયા સિસ્ટમ દેશની એક જૂની સમાંતર બેંકિંગ સિસ્ટમ છે, જ્યાં વેપારીઓ આંગડિયા નામની વ્યક્તિ દ્વારા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રોકડ ટ્રાન્સફર કરે છે. સામાન્ય રીતે આ સિસ્ટમનો ઉપયોગ ઝવેરાતના વ્યવસાયમાં વધુ થાય છે.
આ મામલે પોલીસે ચોરી કરવામાં આવેલા કાળાં નાણાંના સ્રોતની તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે રાજ્યમાં 182 સીટો માટે રાજ્યના બહારના 30થી વધુ લોકોને આંગડિયાથી હવાલા દ્વારા પૈસા મેકલીને ચૂંટણી ખર્ચને પૂરો કરવા માટે પાર્ટીના લોકોને વિતરિત કરવા માટે ભાડે લાવવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદમાં રૂ. 20 લાખની લૂંટને મામલે સંતોષ પારાસર ઉર્ફે સૌરભ પાંડે –એ એવી વ્યક્તિ છે છે જે દક્ષિણ ગુજરાતની નવ બેઠકો માટે રોકડ નાણાં સંભાળવાની જવાબદારી આપવામાં આવી હતી.