આપ નેતા રડતાં રડતાં માંગી રહ્યા છે વોટ, જુઓ વીડિયો


વિધાનસભા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આવતીકાલે 5 ડિસેમ્બરનું બીજા તબક્કાનું મતદાન યોજાશે. ત્યારે આમ આદમી પાર્ટીના એક નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સુરતના આપના કાઉન્સિલરનો રડતો વીડિયો વાયરલ થયો છે.
આપના કાઉન્સિલર ધર્મેન્દ્ર વાવલિયા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. ફેસબુક લાઇવ કરતી વખતે તેઓ ભાવુક થઈને રહી પડ્યા હતા. તેમના ફેસબુક લાઇવમાં લોકોએ કોમેન્ટ કરી લખ્યું, આ તો કેજરીવાલ કરતાં પણ મોટો નૌટંકીબાજ છે. જ્યારે અમુકે જનતા આપ સાથે છે. આ વીડિયો સોશિયલમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતની ચૂંટણી: બીજા તબક્કાની 14 આદિવાસી બેઠકો પર ભાજપ-કોંગ્રેસની નજર, એમપી-રાજસ્થાન સુધી અસર થશે
આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.