મતદાનના ગણતરીના કલાકો પહેલા રાજકોટમાં અચાનક પાટીલ અને ભીખુ દલસાણીયાની બેઠક


ગુજરાત વિધાનસભામાં સત્તા મેળવવા માટેના અંતિમ પ્રયાસો ચાલી રહ્યા છે. જેમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે 48 કલાક જેટલો જ સમય રહ્યો છે ત્યારે રાજકોટ-પ્રદેશ ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી અને હાલના બિહારના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની સૌરાષ્ટ્રના રાજકારણમાં અચાનક જ એન્ટ્રી થઈ છે.
આ પણ વાંચો : ચૂંટણી પહેલા ધાનાણીની ભાજપ નેતાઓ સાથે ‘ચાય પે ચર્ચા’
મતદાનના બે દિવસ પહેલાં ભીખુ દલસાણીયા રાજકોટ કમલમ ખાતે પહોંચ્યા, જ્યાં તેમની સાથે સી આર પાટીલ પણ બેઠકમાં ઉપસ્થિતિ રહેલાં જોવા મળ્યા છે. છેલ્લા થોડાં દિવસોથી ભીખુ દલસાણીયા સૌરાષ્ટ્રના ભાજપના મોટા નેતાઓ સાથે બેઠક કરી આંતરિક જુથવાદને ડેમેજ કન્ટ્રોલ કરવાની દિશામાં તમામ પ્રયત્ન કરી રહ્યું છે.

પાટીલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ભીખુ દલસાણીયા સહિત રાજકોટ શહેર અને જિલ્લાની 8 વિધાનસભા સીટ માટે નેતાઓ સ્થાનિક નેતાઓના કાર્યની સમિક્ષા બેઠક યોજી છે. તેમજ બેઠકમાં સાંસદ સભ્યો, ધારાસભ્યો,વિધાનસભાના ઇન્ચાર્જ સહિત નેતાઓ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અમિત શાહ સુધીના ભાજપના નેતાઓ સતત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પ્રવાસ કરી રહ્યા છે ત્યારે તેમની નજર સૌરાષ્ટ્રમાં કોઈ ડેમેજ ન થાય તેના પર કામ કરી રહેલા છે. તેમજ સૌરાષ્ટ્રમાં આ વખતે ક્યાંક ને ક્યાંક આપ અને કોંગ્રેસનો અંડરકરન્ટ જોવા મળી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. જે હવે આગામી સમયમાં જોવા મળશે.