PM મોદી માતાને મળવા ગાંધીનગર પહોંચ્યા, આવતીકાલે અમદાવાદમાં કરશે મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા રવિવારે (4 ડિસેમ્બર) અમદાવાદ પહોંચ્યા છે. થોડા સમય પહેલા તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા છે. વડાપ્રધાન મોદી અહીંથી સીધા ગાંધીનગર ખાતે તેમના માતા હીરાબેન મોદીને મળવા ગયા હતા. પીએમ મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ગુજરાતમાં આવતીકાલે એટલે કે સોમવારે (5 ડિસેમ્બર) બીજા તબક્કાનું મતદાન થવાનું છે. આવતીકાલે પીએમ પણ અમદાવાદમાં મતદાન કરશે.
Gujarat | Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. pic.twitter.com/3Rtg3gJ3ON
— ANI (@ANI) December 4, 2022
પીએમ મોદી માતાને મળ્યા બાદ ગુજરાત બીજેપી હેડક્વાર્ટર જશે. જ્યાં તેઓ ભાજપના નેતાઓને મળશે. પીએમ આ પહેલા ઓગસ્ટ મહિનામાં તેમની માતાને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારે PM અમદાવાદમાં સાબરમતી નદી પરના ‘અટલ બ્રિજ’નું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. તેમના નાના ભાઈ પંકજ મોદીએ કહ્યું હતું કે પીએમ મોદી મોડી સાંજે તેમની માતાને મળ્યા હતા અને અમદાવાદમાં ખાદી ઉત્સવના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ લગભગ અડધો કલાક તેમની સાથે વિતાવ્યો હતો.
#WATCH | Prime Minister Narendra Modi arrives at the residence of his mother Heeraben Modi, in Gandhinagar, Gujarat pic.twitter.com/eomBD0wTtc
— ANI (@ANI) December 4, 2022
ગુજરાતમાં આવતીકાલે છેલ્લા અને બીજા તબક્કાનું મતદાન થવાનું છે. સોમવારે સવારે 8 વાગ્યાથી 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ થશે. કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલા શનિવારે પ્રચારની પ્રક્રિયા પણ બંધ થઈ ગઈ છે.
શાહની મહત્વની બેઠક યોજાઈ
બીજા તબક્કાની ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ મુખ્યાલયમાં મહત્વની બેઠક યોજી હતી. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ સંગઠન મહાસચિવ રત્નાકર પણ હાજર રહ્યા હતા. કહેવાય છે કે ચૂંટણી પછી અને પછી પરિણામો પછી સરકાર બનાવવાની ચર્ચા થઈ હતી. આ બેઠકમાં પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારોને પણ બોલાવવામાં આવ્યા હતા. હવે બીજા તબક્કાના ઉમેદવારોને 6 ડિસેમ્બરે બોલાવવામાં આવ્યા છે. ભાજપના નેતાઓએ કુલ 130થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો : બીજા તબક્કામાં કઈ બેઠક પરથી કોણ છે ઉમેદવાર ? ઉમેદવારોની સંપૂર્ણ યાદી