ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ 89 બેઠક પર અંદાજિત 60 ટકા મતદાન

Text To Speech

રાજ્યમાં પ્રથમ ચરણનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. જેમાં અંદાજિત રીતે જોવામાં આવે તો 60.08 ટકા જેટલું મતદાન થયેલું જોવા મળી રહ્યું છે . જેમાં સૌથી વધુ તાપીમાં 72.32 ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું બોટાદમાં 51.64 ટકા મતદાન થયું છે. અંતિમ એક કલાકમાં પણ મતદાન માટે જોઇએ તેટલો ઉત્સાહ જોવા મળ્યો નથી.

અગાઉ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલાં ચરણમાં 67 ટકા જેટલું મતદાન થયું હતું જેની સામે હાલમાં જ મતદાન ઓછું જોવા મળી રહ્યું છે. જેમાં પણ આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારમાં મતદાન વધુ જોવા મળ્યું છે. જેના કારણે ક્યાંકને ક્યાંક તમામ પક્ષો માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. જ્યારે શહેરી વિસ્તારોમાં મતદાનમાં ઘણી નિરસતા જોવા મળી છે.

આ પણ વાંચો : પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ 5 વાગ્યા સુધીમાં અંદાજિત 58 ટકા જેટલું મતદાન, જાણો જિલ્લાવાર આંકડો

ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 60.08 ટકા મતદાન થયું છે. હજી પણ અંતિમ આંકડામાં ફેરફાર હોય શકે છે.

  • અમરેલીમાં 57.06 ટકા મતદાન
  • ભરુચમાં 63.08 ટકા મતદાન
  • ભાવનગરમાં 57.81 ટકા મતદાન
  • બોટાદમાં 57.15 ટકા મતદાન
  • ડાંગમાં 64.84 ટકા મતદાન
  • દેવભુમિ દ્વારકામાં 59.11 ટકા મતદાન
  • ગીર સોમનાથમાં 60.46 ટકા મતદાન
  • જામનગરમાં 56.09 ટકા મતદાન
  • જૂનાગઢમાં 56.95 ટકા મતદાન
  • કચ્છમાં 55.54 ટકા મતદાન
  • મોરબીમાં 67.65 ટકા મતદાન
  • નર્મદામાં 73.02 ટકા મતદાન
  • નવસારીમાં 66.62 ટકા મતદાન
  • પોરબંદરમાં 53.84 ટકા મતદાન
  • રાજકોટમાં 57.68 ટકા મતદાન
  • સુરતમાં 61.71 ટકા મતદાન
  • સુરેન્દ્રનગરમાં 60.71 ટકા મતદાન
  • તાપીમાં 72.32 ટકા મતદાન
  • વલસાડમાં 65.29 ટકા મતદાન

રાજ્યની તમામ 89 બેઠકો પર  3 વાગ્યા સુધીમાં 48.48 ટકા જેટલું મતદાન થયું હતું

જિલ્લા પ્રમાણે વિગતો (તમામ આંકડા ટકામાં)

  • અમરેલી 44.62
  • ભરૂચ 52.45
  • ભાવનગર 45.91
  • બોટાદ 43.67
  • ડાંગ 58.55
  • દેવભૂમિ દ્વારકા 46.55
  • ગીર સોમનાથ 50.89
  • જામનગર 42.26
  • જુનાગઢ 46.03
  • કચ્છ 45.45
  • મોરબી 53.75
  • નર્મદા 63.88
  • નવસારી 55.10
  • પોરબંદર 43.12
  • રાજકોટ 46.68
  • સુરત 47.01
  • સુરેન્દ્રનગર 48.60
  • તાપી 64.27
  • વલસાડ 53.49

આ પણ વાંચો : PM મોદીના રોડ શોમાં એમ્બ્યુલન્સ આવી, કાફલાને રોકી આપ્યો રસ્તો, જુઓ VIDEO

Back to top button