ગુજરાત ચૂંટણી 2022 : ડીસામાં બીજા દિવસે વધુ બે ઉમેદવારી પત્રોનું વિતરણ
પાલનપુર : ડીસા વિધાનસભાની બેઠક માટે બીજા દિવસે વધુ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ મેળવ્યા હતા. જો કે બીજા દિવસ સુધી એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી. ડીસામાં 10 નવેમ્બરથી ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાં પ્રથમ દિવસે જ 13 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું. જેમાંથી એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું ન હતું.
જ્યારે આજે બીજા દિવસે વધુ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો મેળવ્યા હતા. ડીસામાં ત્રણેય પક્ષોના ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ડીસામાં સૌથી મોટા ગણાતા ઠાકોર સમાજને એક પણ પક્ષે ટિકિટ આપી નથી. જેથી ઠાકોર સમાજમાંથી અપક્ષ ઉમેદવારી વધુ થાય તેવી પ્રબળ સંભાવના છે. જેથી ઉમેદવારી ફોર્મ મેળવવામાં ઠાકોર સમાજના દાવેદારોની સંખ્યા વધુ છે. ચૂંટણી સૂત્રોના જણાવ્યા મુજબ બે દિવસમાં કુલ 15 ફોર્મનું વિતરણ થયું છે પરંતુ એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી.
આ પણ વાંચો : ઉમેદવારીમાં નામ જાહેર થયું અને હાર્દિકને મળી મોટી રાહત