‘અગ્રેસર ગુજરાત’ ના અભિયાન સાથે ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે. ત્યાર બાદ તમામ રાજકીય પક્ષો તરફથી એડીચોટીનું જોર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે હાલમાં ગુજરાતમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર માટે અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં કમલમ પરથી આજથી ચૂંટણી અભિયાનનો પ્રારંભ થશે. ‘અગ્રેસર ગુજરાત’ અભિયાનનો સી.આર. પાટીલના હસ્તે પ્રારંભ થવાનો છે.
આ પણ વાંચો : રાજ્યના પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે આપ્યું રાજીનામું
સંકલ્પ પત્ર માટે અભિયાનની શરૂઆત
આ માટે સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા ચૂંટણી અભિયાન શરૂ થશે. ભાજપ જુદી જુદી રીતે પોતાના પક્ષનો પ્રચાર કરશે. ઘરે ઘરે પહોંચીને, સોશિયલ મીડિયાના માધ્યમથી, પત્રિકાઓના વિતરણ વગરે દ્વારા આજથી ભાજપ પ્રચાર શરૂ કરશે. ભાજપમાં આજથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે ભાજપ આજથી જોરશોરથી પ્રચાર શરુ કરી દેશે. આગામી દસ દિવસ સુધી આ અભિયાન ચાલશે.
આ અભિયાનમાં લોકોને ગુજરાતમાં કેવા પ્રકારનો બદલાવ જોઇએ છે. તે પુછવામાં આવશે. સરકાર પાસેથી પ્રજાને શું અપેક્ષા છે તે પણ પુછવામાં આવશે. પ્રચાર અને પ્રસાર માટે ભાજપે તેના તમામ કાર્યકરોની ફોજ મેદાનમાં ઉતારી દીધી છે. ભાજપ આજથી ચૂંટણી અભિયાનથી શરુ કરી જનતાનો અભિપ્રાય લેશે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ભાજપ પ્રચાર પ્રસાર કરી લોકોના અભિપ્રાય મેળવશે. અલગ અલગ વિસ્તારમાં સૂચન પેટીના માધ્યમથી પણ અભિપ્રાય લેવામાં આવશે.
તેમજ નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ ભાજપે પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. અને વિધાનસભા ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ભાજપના સ્ટાર પ્રચારક રહેશે. પીએમ મોદી ગુજરાતમાં 20 થી 25 જેટલી સભાઓ ગજવશે. સ્થાનિક સંગઠનની સભાઓના આયોજન પર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઝોન વાઈઝ નરેન્દ્ર મોદી સભાઓ કરવાના છે. જેના સાથે જ અમિત શાહ વ્યૂહત્મક કાર્યવાહીમાં અગ્રેસર રહેશે.
આ પણ વાંચો : સી-વોટરના સર્વે : હાલની સરકારથી કેટલાં લોકો છે ખુશ ?