ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
ગુજરાત ચૂંટણી 2022 : ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભાજપના 7 નેતાઓ સસ્પેન્ડ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રથમ તબક્કાની 89 સહિત 160 બેઠકોની યાદી જ્યારે જાહેર કરવામાં આવી હતી ત્યારે કેટલાક ટિકિટ મેળવવા માટે ઉત્સાહિત કાર્યકરોના નામની જાહેરાત થઈ ન હતી અને તેમના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી હતી. દરમિયાન આવા અસંતુષ્ટ કાર્યકરો અને નેતાઓએ પક્ષથી છેડો ફાડવાનું જાહેર કરી અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી. પરિણામે આજે રવિવારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આ પ્રકારે અપક્ષ ઉમેદવારી નોંધાવનારા 7 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.
સાત પૈકી સૌરાષ્ટ્રના 5 આગેવાનોનો સમાવેશ
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જે સાત આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાંથી પાંચ સૌરાષ્ટ્રના છે. ચૂંટણીમાં ટિકિટને લઈ સૌથી વધુ અસંતોષ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો હતો.